ઓખા કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમામાંથી ૯ પાક. ખલાસી સાથે પાકિસ્તાની બોટ પકડી પાડી

0
26

દ્વારકા,તા.૧૯
દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડે આજે ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટને પકડી પાડી છે. જેમાં પાકિસ્તાનના ૯ ખલાસીઓ સવાર હતા. બોટ સાથે તમામ ખલાસીઓને ઓખા બંદર ખાતે લાવવામાં આવ્યા છે. હાલ ભારતની વિવિધ એજન્સીઓ કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા તમામ ખલાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
૯ પાકિસ્તાની ખલાસી સાથેની બોટ ભારતીય જળ સીમામાં ક્્યા હેતુથી આવી પહોંચી તે અંગે હાલ તર્ક વિતર્ક સર્જાયા છે. હાલ તો તમામની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ થયા બાદ જ સાચી હકિકત બહાર આવી શકે તેમ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY