સુપ્રિમ કોર્ટ આગામી સુનાવણી જાન્યુઆરી-૨૦૧૯માં કરશે અયોધ્યા વિવાદ : ૩ મિનિટની કાર્યવાહી અને ૩ મહિના માટે ટળી સુનાવણી

0
8

વર્ષ-૨૦૧૦માં ઈલાહાબાદ હાઈકોર્ટે આપેલા મુખ્ય જમીન વિવાદ ચુકાદાની જ સુનાવણી હાથ ધરાઈ હતી
ન્યુ દિલ્હી,તા.૨૯
અયોધ્યા વિવાદને લઈને મહત્વપૂર્ણ કેસની સુપ્રીમ કોર્ટમાં આજે વધુ એક વાર સુનાવણી ટળી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ૩ મહિના સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષાતાવાળી બેંચે આ મામલે આગામી સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી મૌકુફ રાખી છે. આ સુનાવણી માત્ર ૩ જ મીનીટ ચાલી હતી.
સરકારની તરફથી વકીલ તુષાર મહેલાએ સુપ્રીમ કોર્ટને પુછ્યું કે આ મામલાની સુનાવણી જાન્યુઆરીમાં ક્યારથી શરૂ થશે. તેના પર પીઠે કહ્યું કે આ બધો નિર્ણય નવી પીઠ કરશે. કોર્ટના આ આદેશ બાદ હવે સુનાવણી ક્યારે થશે, રોજ થશે કે નહીં, તેના પર નવી પીઠ નિર્ણય લશે.
આ કેસ માટે જજાની નવી બેંચ નિમવામાં આવી હતી. અગાઉ આ કેસની સુનાવણી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેંચ કરી રહી હતી. દીપક મિશ્રા દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિવૃત્ત થતા તેમના સ્થાને જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમણે આ કેસની નવી બેચ રચી હતી. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એ એમ જાશેફનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદને કેસને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા છે. આજે વિવાદીત કેસની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦માં ઈલાહાબાદ હાઈકોર્ટે આપેલા મુખ્ય જમીન વિવાદ સુકાદાની જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, આ કેસ તત્કાળ સુનાવણી અંતર્ગત ના સંભળાવી શકાય.
આ અગાઉ ઇસ્લામમાં નમાઝ અદા કરવા માટે મસ્જિદ જરૂરી છે કે નહીં તેનો મામલો બંધારણીય બેન્ચને સોંપવામાં આવે કે નહીં તેના પર અદાલત દ્વારા વિચારણા કરાઈ હતી. મુસ્લિમ પક્ષકારોએ દલીલ કરી હતી કે, ૧૯૯૪માં ઇસ્માઇલ ફારૂકી કેસમાં સુપ્રીમે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, મસ્જિદમાં જ નમાઝ અદા કરવી એ ઇસ્લામમાં બાધ્ય નથી, તેથી સુપ્રીમના આ ચુકાદાની બંધારણીય બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે. ૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ મામલાને બંધારણીય બેન્ચને સોંપાશે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY