મુંબઈમાં પંજાબ નેશનલ બેન્કમાં ૧૧ હજાર કરોડના નકલી ટ્રાન્ઝેક્શન થયા…!!!

0
14

પંજાબ નેશનલ બેંકમાં વધુ એક ગોટાળો બહાર આવ્યો
મુંબઈ,તા.૧૨
પંજાબ નેશનલ બેંકમાં હજુ નીરવ મોદી ફ્રોડ કેસનું ફીંડલું ઉકેલાયું નથી ત્યાં ફરી એકવાર આ બેકમાં મોટા ગોટાળાની ખબર મળી રહી છે.જેને પગલે પીએનબીમાં મોટા ઘટાડા સાથે કારોબાર રહ્યો હતો.. ખુદ બેન્કે જાણકારી આપી છે કે મુંબઈની એક બ્રાન્ચમાં નકલી અને બિનસત્તાવાર ટ્રાન્ઝેક્શન થયાં છે. આ ટ્રાન્ઝેક્શનની કુલ કીમત ૧.૭૭ બિલિયન ડાલર્સ છે.આ નકલી ટ્રાન્ઝેક્શનની ભારતીય રૂપિયામાં કીંમત ૧૧,૦૦૦ કરોડ જેટલી થવા જાય છે. અમુક ખાતાંધારકોને લાભ થાય એ માટે બેન્કના આવાં ટ્રાન્ઝેક્શન્સ થયાં છે એમ બેન્કે કહ્યુ છે.
જો કે પીએનબીએ આ ખાતાંધારકોના નામ હજી જાહેર નથી કર્યા. બેન્કે આ ફ્રોડ અંગેની જાણકારી આર્થિક મામલાની તપાસ કરતી સરકારી સંસ્થાઓને આપી દીધી છે. આ અંગે નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યુ છે કે આ કેસમાં જરૂરી પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY