યોગી સરકારે ઈન્વેસ્ટર્સ સમિટની સજાવટ માટે ૬૫.૧૫ કરોડ ખર્ચી નાખ્યા

0
111

લખનૌ,તા.૨૩/૦૨/૨૦૧૮

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં ૨૧થી ૨૨ ફેબ્રુઆરી સુધી યોજાયેલ ઈન્વેસ્ટર્સ સમિટની સાજસજાવટ પાછળ યોગી સરકારે રૂ. ૬૫.૧૫ કરોડ ખર્ચ્યા છે. રાજ્યમાં મૂડીરોકાણ વધારવાના હેતુથી આયોજિત આ સમિટમાં દેશ અને દુનિયાના તમામ ઉદ્યોગપતિઓ જાડાયા હતા કે જેમણે રાજ્યમાં મૂડીરોકાણ કરવાની ખાતરી આપી છે. ઈન્વેસ્ટર્સ સમિટના સમાપન બાદ લખનૌના કલેક્ટર કૌશલરાજ શર્માએ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન થયેલા ખર્ચનો હિસાબ જારી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન ડેકોરેશન પાછળ રૂ. ૬૫.૧૫ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચ તમામ વિભાગોએ પોતપોતાના નાણાં ભંડોળમાંથી કર્યો હતો. નગર નિગમે ઈન્વેસ્ટર્સ સમિટની સજાવટ પાછળ સૌથી વધુ રૂ. ૨૪.૨૫ કરોડ ખર્ચ્યા હતા.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ત્યાર બાદ બીજા નંબર લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીનો આવે છે કે જેમણે રૂ. ૧૩.૦૮ કરોડ ખર્ચ્યા હતા તો ત્રીજા નંબર પર પીડબલ્યુડીએ રૂ. ૧૨.૫૮ કરોડ ખર્ચ્યા હતા. આ આયોજન દ્વારા યોગી સરકારને મોટા પાયે ઔદ્યોગિક મૂડીરોકાણની સંભાવના દેખાઈ રહી છે. સાથે જ યુવાનો માટે રોજગાર પણ યોગી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY