મહિલા-પુરુષોના સમાન અધિકાર,લગ્નેત્તર સંબંધ ગુનો નથી : સુપ્રીમ કોર્ટ

0
177

સુપ્રિમે ૧૫૭ વર્ષ જુનો કાયદો રદ્દ કર્યો,વ્યભિચારને અપરાધ ગણાવી કલમ-૪૯૭ને ગેરબંધારણીય ગણાવી
ન્યુ દિલ્હી,તા.૨૭
સુ્‌પીમ કોર્ટે અડલ્ટરી (વ્યભિચાર)ને ગુનાના દાયરામાંથી બહાર કરી દીધો છે. કોર્ટે અડલ્ટરી એટલે કે વ્યભિચાર કેસમાં IPCની કલમ ૪૯૭ (અડલ્ટરી)ને અસંવૈધાનિક ગણાવી દીધી છે. પાંચ જજોની બેન્ચમાં સામેલ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીમ એ એમ ખાનવિલકરે આઇપીસીના સેકશન ૪૯૭ને ગુનાના દાયરામાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યું કે એડલ્ટરી તલાકનો આધાર હોઇ શકે છે પરંતુ આ ગુનો નહીં ગણાય. બેન્ચમાં સામેલ બીજા ત્રણ જજો જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ ડિ વાય ચંદ્રચૂડ, અને જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાએ આ નિર્ણય પર સહમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજનો બંધારણીય ખંડપીઠે ૧૫૮ વર્ષ જૂના કાયદાને રદ કરી નાખ્યો હતો.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ બેન્ચે જણાવ્યું હતું કે, કોઈપણ રીતે મહિલાઓ સાથે અપમાનજનક વ્યવહાર કરી શકાય નહીં. આપણા લોકતંત્રની ખાસિયત છે ‘તમે, હું અને આપણે’. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ તેમનો અને જસ્ટીસ એમ. ખાનવિલકરનો ચુકાદો સંભળાવ્યો. ત્યારબાદ બેન્ચના અન્ય ત્રણ જજ જસ્ટીસ નરીમન, જસ્ટીસ ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દૂ મલ્હોત્રાએ પણ આ ચુકાદા અંગે તેમની સહમતી વ્યક્ત કરી હતી.
મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે, IPCની કલમ સેક્શન ૪૯૭ મહિલાઓના સમ્માનની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ. મહિલાઓને સમાજની ઈચ્છા મુજબ વિચારવા કહી શકાય નહીં. સંસદમાં પણ મહિલાઓ માટે ઘરેલૂ હિંસા પર કાયદો બનાવવામાં આવ્યો છે. ચીફ જસ્ટીસે કહ્યું કે, પતિ ક્યારેય પત્નીનો માલિક હોય શકે નહીં.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ ખાનવિલકરે કહ્યું કે, એડલ્ટરી કોઈ પ્રકારનો અપરાધ નથી. પરંતુ તેના કારણે જો પાર્ટનર આત્મહત્યા કરે છે તો તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાની ઘટના માનવામાં આવી શકે છે. ત્યારબાદ બેન્ચના તમામ પાંચ જજોએ સર્વાનુમતે આ કાયદાને અસંવૈધાનિક ગણાવ્યો હતો.
કેરળના એક અનિવાસી ભારતીય જોસેફ સાઇને આ સંબંધે અરજી દાખલ કરતાં IPCની કલમ ૪૯૭ને પડકાર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી માટે સ્વીકાર કર્યો હતો અને જાન્યુઆરીમાં બંધારણીય બેચને મોકલવામાં આવ્યો હતો. આ વર્ષની પાંચમી જાન્યુઆરીએ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે જાહેર હિતની આ અરજીને બંધારણીય ખંડપીઠ પાસે મોકલી હતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આ અરજી બાબતે ફેંસલો કર્યો છે. અડલ્ટરી કાયદા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ૧૯૫૪, ૧૯૮૫ અને ૧૯૮૮માં પણ આ કાયદા બાબતે સવાલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એક અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે માત્ર પુરુષને જ ગુનેગાર માનતો અડલ્ટરી કાયદો જૂનવાણી તો નથીને? ૧૯૫૪ અને ૨૦૧૧માં આ મામલે બે વખત ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં આ કાયદાને સમાનતાનું ઉલ્લંઘન કરતો ગણવામાં આવ્યો ન હતો.

મહિલાઓને સેકસ્યુઅલ ચોઇસથી અટકાવી ન શકાય,મહિલાઓને સમાજ પ્રમાણે વિચારવાનું ન કહી શકાય,મહિલાઓની ઈચ્છા,અધિકાર અને સમ્માન સર્વોપરી : સુપ્રિમ
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY