મુંબઈ,તા.૨૭
માતબર ફિલ્મ સર્જક કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક એવો ફોટોગ્રાફ રજૂ કર્યો હતો જેને એણે બિગેસ્ટ બ્લોકબસ્ટર ગણાવ્યો હતો. પાછળથી એણ સ્પષ્ટતા કરી હતી કે આ તો માત્ર એક છત હેઠળ ટોચના તમામ કલાકારોને ભેગા કરવાનો એક પ્રયોગ હતો.
આ ફોટોગ્રાફમાં સર્વશ્રી શાહરુખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ દેખાઇ આળે છે. કરણે આ બધાંને રણબીર કપૂરના ઘેર ભેગાં કર્યાં હતાં અને આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.
કોઇ પણ કલાકારનો અહંક્લેશ ન થાય એ રીતે બધાંને એક સ્થળે ભેગાં કરવા એ પણ એક કસબ છે. કરણ જોહરે એ કરી બતાવ્યું હતું.
અત્યાર અગાઉ પણ કરણે પોતાની કેટલીક ફિલ્મોમાં આવા અખતરા કર્યા હતા. દાખલા તરીકે એેની કભી ખુશી કભી ગમ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, રિતિક રોશન, કરીના કપૂર ખાન વગેરે કલાકારો હાજર હતાં અને ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.
ઘણીવાર કરણ આ બધા કલાકારો સાથે પાર્ટી યોજતો હોય છે. આ વખતે આમિર ખાન પણ હાજર હતો એ આ પાર્ટીની વિશેષતા હતી. આ એક ગેટ ટુ ગેધર ટાઇપની પાર્ટી હતી. કોઇ ખાસ ઇવેન્ટ નહોતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






