ભારતનો આર્થિક વિકાસ ગતિ પકડી રહ્યો છે : વર્લ્ડબેંક

0
33

નવી દિલ્હી, તા.૦૮
ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબુતી જાવા મળી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં આના ૭.૩ ટકા રહેવાનુ અનુમાન છે. ત્યારબાદ આગામી બે વર્ષમાં આ વધુ વધીને ૭.૫ ટકા પર પહોંચી જશે. વિશ્વ બેંકે પોતાના તાજેતરના રીપોર્ટમાં આ અંગેનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વર્લ્ડ બેંકનું કહેવુ છે કે નોટબંધી અને ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરાવાથી કામચલાઉ સ્તરે જે અવરોધો ઉભા થયા હતા એમાંથી હવે ભારતીય અર્થતંત્ર રીકવર થઈ ગયુ હોય તેવુ લાગે છે. તેમ છતાં અમૂક સ્થાનિક જાખમો તથા બાહ્ય પર્યાવરણીય માઠી અસરને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ પણ વર્લ્ડ બેંકે કહ્યુ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૭ ટકા રહ્યો હતો. તાજેતરના મહિનાઓમાં એમાં નોંધનીય ગતિ જાવા મળી છે, એવુ વર્લ્ડ બેંક દક્ષિણ એશિયાના દેશો અંગેના તેના નવા અહેવાલમાં કહે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩ ટકા પર પહોંચે એવી ધારણા છે અને ખાનગી ક્ષેત્ર દ્વારા જંગી મૂડીરોકાણ તેમજ નિકાસમાં ખૂબ ઉછાળો આવ્યો હોવાથી આગામી બે વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૫ ટકાના આંકે પહોંચી જશે એવી ધારણા છે, એવુ વર્લ્ડ બેંકનું માનવુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY