હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ એક મહિનાથી આગળ વધી જ નહિ,સીબીઆઈની છબીને માઠી અસર
ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્રીય તપાસ બ્યુરોમાં બે વરિષ્ઠ અધિકારીઓના વિવાદમાં સપડાયા હોવાને કારણે એજન્સીમાં કામકાજ લગભગ ઠપ થઇ ગયું છે. દેશની ટોચની તપાસ એજન્સી પાસે હાઇ-પ્રોફાઇલ કેસ છે પરંતુ તેમની તપાસ હાલ રોકાયેલી છે જેને કારણે અધિકારીઓ નવી દિલ્હીના લોધી રોડ પર સ્થિત મુખ્ય કાર્યાલયના જીમમાં પરસેવો પાડી રહ્યા છે. એક સૂત્રના જણાવ્યા મુજબ, મહીનાથી જ્યારથી સરકારે અમારા બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલા વિવાદને કારણે હાઇ પ્રોફાઇલ કેસની તપાસ રોકાઇ ગઇ છે. એટલા માટે અમે ઓફિસના જીમમાં જવા લાગ્યા છે, કેમકે અમારી પાસે કરવા માટે કોઇ કામ નથી અને ફીટ તો રહેવું જ જાઇએ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, વિજ્ય માલ્યા કેસ, લાલૂ પ્રસાદ રેલવે હોટલ વેંચાણ, અગસ્તા વેસ્ટલેન્ડ વીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ, શારદા અને નારદ જેવા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી. ફાઇલો ૨૪ ઓક્ટોબર બાદથી આગળ વધી નથી કેમકે આ કેસની દેખરેખ અસ્થાના કરી રહ્યા હતા.રિપોર્ટ મુજબ, કેટલાક કેસ રાજકીય રીતે એટલા ગંભીર છે કે કોઇ અધિકારીઓ તેને હાથ લગાવવા તૈયાર નથી. સૂત્રના જણાવ્યા મુજબ, કેસની રાજકીય ગંભીરતાને કારણે અધિકારીઓ આ મામલે તપાસ કરતા ગભરાય છે કેમકે તેમનામાં ભય છે કે, કેસને હાથમાં લઇને તેઓ કોઇ વિવાદને જન્મ ના આપી દે અથવા તો સુપ્રીમ કોર્ટમાં ના જવું પડી જાય.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે ૨૬ ઓક્ટોબરે સીબીઆઇના ઇન્ટરિમ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવ ને કોઇપણ નીતિગત નિર્ણય અથવા કોઇ માટું પગલું ન લેવા જણાવ્યું હતું. વર્માની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી રોજબરોજના કામ ચાલું રખાયા છે. સૂત્રના જણાવ્યા મુજબ, કામ એટલી હદે ઠપ થઇ ગયું છે કે, કોઇ વરિષ્ઠ અધિકારી નિર્ણય લેવા માંગતા નથી એટલું જ નહી જુનિયર્સને દરોડા પાડવા માટે કે પૂછપરછ કરવા માટેના આદેશ પણ અપાતા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્મા અને અસ્થાના વચ્ચે થયેલા વિવાદને કારણે એજન્સીની છબિ ખરાબ થઇ ગઇ છે. અમે બધા જ તણાવમાં છીએ. સારી કસરતથી અમને તણાવ ઘટાડવામાં મદદ મળશે. સીબીઆઇના એક અધિકારીએ ટ્રેડમિલ પર કસરત કરતા જણાવ્યું હતું કે, અમારી પાસે રાહ જાયા સિવાય બીજા કોઇ અન્ય વિકલ્પ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





