ચાબહાર પોર્ટરને આગામી મહિને ભારતને સોંપવામાં આવશે : ઈરાન મંત્રી

0
8

ન્યુ દિલ્હી/તહેરાન,તા.૭
ઈરાનના શહેરી વિકાસ મંત્રી અબ્બાસ અખુંદીએ કહ્યું કે એક અંતરિમ સમજૂતી અંતર્ગત એક મહિનામાં ચાબહાર બંદરને ભારતીય કંપનીના હવાલે કરવામાં આવશે કે જેથી ત્યાંથી કામ શરૂ થઈ શકે. અખુંદી નીતિ આયોગની મોબિલિટી સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલાં છે. તેઓએ કહ્યું કે ભારતે પણ ચાબહાર પોર્ટમાં રોકાણ કર્યું છે. તેને શરૂ કરવાની તમામ તૈયારીઓ થઈ ચુકી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત બાદ અખુંદીએ કહ્યું કે, “આપણે એક ડગલું આગળ નીકળી ગયા છીએ. અમે ભારતની સાથે મળીને બેંકિંગ વ્યવસ્થા પણ શરૂ કરીશું. ભારત તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ છે. ભારત, ઈરાનની સેન્ટ્રલ બેંકની સાથે મળીને બેંકિંગ વ્યવસ્થાની શરૂઆત કરી ચુક્્યું છે.” ચાબહાર પોર્ટના પહેલાં તબક્કાનું ઉદ્ઘાટન ડિસેમ્બર, ૨૦૧૭માં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કર્યું હતું. બંદરગાહથી ઈરાન, ભારત અને અફઘાનિસ્તાન જાડાશે જ્યારે પાકિસ્તાન અલગ રહેશે.
ચાબહાર પોર્ટને ઈરાન-અફઘાનિસ્તાન ઉપરાંત મધ્ય એશિયામાં વેપાર માટે એક દ્વારની જેમ જાવામાં આવે છે. હવે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનને અંદરોદરના વેપાર માટે પાકિસ્તાનની મંજૂરી નહીં લેવી પડે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY