કાનપુર,તા.૭
કાનપુરના કિદવઈ નગર વિસ્તારમાં કેટલાક છોકરાઓએ એક કિશોરની માર મારીને હત્યા કરી નાંખી. પોલીસે જણાવ્યું કે, મૃતક આરોપિઓમાંથી એક છોકરાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. માત્ર આ કારણે જ તે છોકરાઓએ કિશોરની હત્યા કરી નાંખી.
કિદવઈ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ અનુરાગ મિશ્રાએ કહ્યું કે, પીડિત ૧૧મા ધોરણનો વિદ્યાર્થી હતો અને બુધવારે તેને માર મારવામાં આવ્યો હતો.
૧૬ વર્ષિય કિશોરને લાલા લાજપત રાય હોસ્પિટલમાં સારવાર અર્થે ખરેસડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટોએ તેને મૃત જાહેર કર્યો હતો. પીડિત પોતાની પડોશમાં રહેનાર છોકરીનો મિત્ર હતો, પરંતુ છોકરીના પ્રેમીને આ બંનેનું વાત કરવં પસંદ આવ્યું નહી. આ પહેલા પણ કેટલીક વખત પીડિતને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત ના કરવાની ચેતવણી આપી હતી અને તેનાથી દૂર રહેવાનું કહ્યું હતું.
એસએચઓએ કહ્યું કે, બુધવારે સાંજે પીડિત ફરીથી તે છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને આરોપીએ તેને જાઈ લીધો. તે પછી તેને પોતાના મિત્રોને બોલાવ્યા અને છોકરાની ધોલાઈ કરવા લાગ્યા. આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધી લેવામં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




