ભારત ઈરાન પાસેથી પોતાની શરતોથી તેલ ખરીદશે અને રૂપિયામાં પેમેન્ટ કરશે

0
39

ન્યુ દિલ્હી,તા.૨૧
ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત દ્વારા તેલ આયાતને લઈ નવી જાણકારી મળી રહી છે. મીડિયા રિપોટ્‌સ અનુસાર, ભારત હવે પોતાની શરત પર ઈરાન પાસેથી તેલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન પર અમેરિકા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ યૂરોપિય બેન્કો દ્વારા વ્યાપાર મુશ્કેલ થઈ ગયો છે. એવામાં ભારત હવે નવેમ્બરથી પોતાની બેન્કો દ્વારા ભારતીય કરન્સીમાં જ ઈરાન પાસેથી તેલ ખરીદશે. એટલે કે ઈરાન પાસે તેલ ખરીદવા માટે પેમેન્ટ રૂપિયામાં કરવામાં આવશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૫માં ઈરાન સાથે થયેલા ન્યુક્લિયર કરારને આ વર્ષે મે મહિનામાં રદ કરી દીધો હતો. આ સાથે જ અમેરિકાના પ્રતિબંધને નવી રીતે લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી, જેમાંથી કેટલાક પ્રતિબંધ ૬ ઓગષ્ટથી લાગુ થઈ ગયા છે, જયારે બાકી પ્રતિબંધ ૪ નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે.
પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોએ જણાવ્યું કે, અમે દરેક પ્રકારની સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ. અમારે પેમેન્ટ કરવું પડશે અને અમે આમાં ડિફોલ્ટ કરવા નથી માંગતા. સૂત્રો અનુસાર, સરકારે ઈરાનને તેલ આયાતના બદલામાં પેમેન્ટની સરળતા માટે યૂકો બેન્ક અને આઈડીબીઆઈ બેન્કને પસંદ કર્યા છે.
હાલમાં ભારતીય પેટ્રોલ રિફાઈનર્સ યૂરોમાં ઈરાનથી કાચુ તેલ ખરીદે છે. આનું પેમેન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ) અને જર્મનીની એક બેન્ક દ્વારા થાય છે. જાકે, એસબીઆઈએ હવે રિફાઈનર્સને જણાવ્યું કે, બેન્ક નવેમ્બરથી ઈરાનના પેમેન્ટની જવાબદારી છોડી રહ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY