મુંબઈ,તા.૭
ઈંમિ ટુ અંતર્ગત એક મહિલાએ પ્રખ્યાત લેખક ચેતન ભગતની સાથે વાતચીતનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સક્રીનશોટ શેર થયો અને થોડા જ સમયમાં ચેતન ભગતે આ મહિલા પાસે સોશિયલ મીડિયામાં જ માફી માંગી લીધી હતી.
તેમણે પોતાની માફીમાં આ જ સ્ક્રીનશોટની વાત કરતા પોતાની ભૂલ સ્વીકારી છે અને તેની સ્પષ્ટતા આપતા ફેસબુક પર લાંબી પોસ્ટ પણ કરી છે.
ચેતને ફેસબુક પર લખ્યું છે કે તેમને આ ઘટનાથી ઘણું દુઃખ છે. ચેતને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે માફી માંગે છે. આ સ્ક્રીનશોટ ઘણાં વર્ષો પહેલાના છે. તેમણે લખ્યું છે કે તે સમયે આ મહિલા તેમને ઘણી જ ખાસ લાગી હતી.
એક સારી વ્યકિત અને સૌથી અલગ લાગી હતી. ચેતને લખ્યું છે કે, હું જાણું છું કે મારૂં લગ્ન થયેલું છે અને આવી ફિલીંગ્સની સાથે તે કોઇ પણ સંબંઘ તરફ વધી નથી શકતા. પરંતુ તેમને આ મહિલાનું એક ખાસ કનેક્શન અનુભવતા હતાં.
તેમણે આ મહિલા સાથે તેમની આવનારી નોવલ ‘વન ઈન્ડિયન ગર્લ’ અંગે પણ ચર્ચા કરી હતી. જેમાં સંબંધો અને એકબીજા પ્રતિ આકર્ષિત થવાની લાગણીઓની વાત છે.
ચેતને આ મહિલા ઉપરાંત પોતાની પત્ની અનુષા સાથે પણ માફી માંગી છે. તેમણે લખ્યું છે કે તેમની અને આ મહિલાની વચ્ચે કોઇપણ શારીરિક કે આપત્તિજનક કોઇ સંબંધ ન હતા. તેમણે આ મહિલાનો નંબર પણ ડિલીટ કરી દીધો હતો અને વર્ષોથી આ મહિલા સાથે કોઇ મુલાકાત પણ નથી થઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



