ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે : ઈશાંત શર્મા

0
6

ન્યુ દિલ્હી,તા.૧૬
ટીમ ઈન્ડિયા ગુરૂવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે. આગામી ૨૧ નવેમ્બરથી ટીમ ઈન્ડિયા ત્રણ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમવાની છે. ત્યાર બાદ ૬ ડિસેમ્બરથી ટીમ એડિલેડમાં ઓસ્ટ્રેલિય સાથે પ્રથમ ટેસ્ટ રમશે. ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયેલા ભારતના સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા માટે આ તક ‘અત્યારા નહીં તો ક્્યારેય નહીં’ જેવું છે. તેણે જણાવ્યું કે, તે પોતાના ચોથા અને સંભવતઃ અંતિમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાનું સર્વસ્વ આપવા માગે છે.
ઈશાંત વર્તમાન ટેસ્ટ ટીમમાં ૮૭ મેચ રમવા સાથે સૌથી અનુભવી ખેલાડી છે. આ અગાઉ તે ૨૦૦૭-૦૮, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી ભારતીય ટીમમાં સામેલ રહી ચૂક્યો છે.
ઈંગ્લેન્ડના પ્રવાસ પછી બે મહિના બાદ પોતાની પ્રથમ મેચ રમવા જનારા ઈશાંતે જણાવ્યું કે, ‘હું મારું સર્વસ્વ આપવા માગું છું. કેમ કે તમે જ્યારે દેશ માટે રમો છો ત્યારે તમે બીજી તક અંગે વિચારી શકો નહીં. હું અત્યારે ૩૦ વર્ષનો છું. મને નથી લાગતું કે આગામી પ્રવાસ (ઓસ્ટ્રેલિયા ૨૦૨૨-૨૩) માટે ટીમમાં રહીશ કે નહીં. કેમ કે એ સમયે હું ૩૪ વર્ષનો થઈ જઈશ. આથી, વર્તમાન પ્રવાસમાં હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.’
ઈંગ્લેન્ડના પ્રવાસની ૫ ટેસ્ટમાં ઈશાંતે ૧૮ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. ઈશાંતનું માનવું છે કે, તે હવે વધુ પરિપક્વ થઈ ગયો છે. આ માનસિક સ્થિતિ છે, જે ઘણી વખત મેદાન પરના પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY