જુલિયન અસાન્જે વિરુદ્ધ આરોપ ઘડાયા : વિકિલીક્સ

0
4

વાશિંગ્ટન,તા.૧૬
વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જે પર અમેરિકી કોર્ટમાં આરોપ નક્કી કરાયા છે. અસાન્જેએ વર્ષ ૨૦૧૦માં મોટી સંખ્યામાં અમેરિકી ખાનગી દસ્તાવેજાને સાર્વજનિક કર્યા હતાં. વિકિલીક્સે જણાવ્યું કે પ્રોસીક્્યુટર્સે કોર્ટમાં અસાન્જે વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું છે. અસાન્જે વિરુદ્ધ કયા કયા આરોપ લગાવવામાં આવ્યાં છે, તેની હજુ સુધી કોઈ સૂચના નથી.
વિકિલીક્સે ટિવટર પર લખ્યું કે “અમેરિકાના ન્યાય વિભાગે ‘દુર્ઘટનાવશ’ વિકિલીક્સના પ્રકાશક જૂલિયન અસાન્જે વિરુદ્ધ સીલબંધ રખાયેલા આરોપો (આરોપોનો ડ્રાફ્ટ)નો જે ખુલાસો કર્યો તે તેની સાથે અસંગત કોઈ મામલામાં કટ એન્ડ પેસ્ટની ભૂલ લાગી રહી છે.
સહાયક અમેરિકી એટોર્ની કેલેન ડ્‌વેયરે અસાન્જે વિરુદ્ધ આરોપો લગાવવા અંગે અજાણતામાં ખુલાસો કર્યો જે હજુ પણ સીલબંધ છે. એટોર્નીએ કોઈ બીજા મામલે આરોપ પત્ર દાખલ કર્યું હતું અને જજને તેને સીલબંધ રાખવાની ભલામણ કરી હતી. ડ્‌વેયરે લખ્યું કે આરોપોને ‘અસાન્જેની ધરપકડ સુધી સીલબંધ રાખવાની જરૂર’ રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY