વાશિંગ્ટન,તા.૧૬
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભડકેલી આગમાં અત્યારસુધી ૬૩ લોકોના મોત થયા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૨ ઈમારોત બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૬૩૧ લોકો ગુમ છે. આગથી થયેલા નુકસાનનો એ રીતે મેળવી શકાય છે કે, પેરાડાઈઝ શહેર સમગ્ર રીતે બરબાદ થઈ ગયું છે. અધિકારીઓનું કહેવું છે કે, હવે શહેરને ફરી વસાવવામાં ઘણાં વર્ષો લાગી શકે છે.
સમગ્ર વિસ્તારમાં આગને કાબુમાં લેવા માટે ૯૪૦૦ ફાયર બ્રિગેડની ટીમ તહેનાત કરવામાં આવી છે. સ્પીડમાં પવન ફૂંકાવાના કારણે આગ ઝડપથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ બ્રોક લોન્ગે જણાવ્યું કે, પેરાડાઈઝ માટે આ સૌથી મોટું ડિઝાસ્ટર છે.
ગુમ થયેલા લોકોને શોધવા માટે ફોરેન્સિક ટીમ, સેના અને ડોગ સ્કોવડની મદદ લેવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં પણ ઘણાં સપ્તાહનો સમય થવાની શકીયતા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






