ઇસ્લામાબાદ, તા. ૨૬
પશ્તૂનના બરકી કબીલાની માતાના પુત્ર ઇમરાન ખાન માટે કેરિયરના ત્રણ રસ્તા એ પ્રકારથી લોહીમાં મળેલા છે. આ ત્રણ બાબતમાં ખેલ, એજ્યુકેશન અને સેના છે. રિવર્સ સ્વિંગના જનક તરીકે ગણાતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝને ગુરુ માનીને દુનિયામાં રિવર્સ સ્વિંગ કિંગ તરીકેનો તાજ ઇમરાન ખાને જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પયનશીપ જીતાડવામાં પણ ઇમરાને ભૂમિકા ભજવી હતી. પિતાની તરફેણમાં જાવામાં આવે તો ઇમરાનના પશ્તૂનના નિયાજી કબીલાનું લોહી છે. ૧૯૭૧માં ભારતની સામે મળેલી હાર બાદ જનરલ નિયાજીએ સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદથી જુદી ગતિવિધિમાં સામેલ રહ્યા હતા. ઇમરાન વડાપ્રધાન બનવાથી નિયાજી સમુદાય માટે ગર્વની બાબત છે. પશ્તુનો તરફથી કોઇ પ્રથમ વ્યક્ત વડાપ્રધાન બનવા જઇ રહી છે. ઇમરાનની લાઇફ સંપૂર્ણપણે ફિલ્મી તરીકે છે જેમાં મોટા પરિવાર, સ્ટારડમ, વિવાદ, પોલિટીક્સ તમામ બાબત સામેલ છે. ઇમરાન ખાનની કેરિયર અને લાઇફની વાત કરવામાં આવે તો ૫મી ઓક્ટોબર ૧૯૫૨ના દિવસે ઇમરાનનો જન્મ થયો હતો. લાહોરમાં જન્મ થયા બાદ લાહોરમાં જ સિક્ષણ મેળવ્યું હતું. મોડેથી ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૭૫માં ઇમરાને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેબલ કોલેજથી રાજનીતિ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ઇમરાનની માતા શૌકત ખાનમ બુરકી પરિવારમાંથી છે. ૧૬ વર્ષની વયમાં ઇમરાને પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. ૧૯૬૮માં ફર્સ્ટક્લાસમાં ડેબ્યુ કરીને શરૂઆત કરી હતી. ૧૯૭૧માં ઇમરાનને ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. ૧૯૭૪માં આજ દેશ માટે પ્રથમ વનડે રમી હતી. ૧૯૮૨માં ઇમરાન ટીમનો કેપ્ટન બન્યો હતો. રિવર્સ સ્વિંગના કિંગ તરીકે ઇમરાને લોકપ્રિયતા મેળવી હતી. તેની ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે થઇ હતી. ૧૯૮૭માં તેના નેતૃત્વમાં પાકિસ્તાનને વર્લ્ડકપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇમરાને નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ પાકિસ્તાનના તત્કાલિન પ્રમુખ જનરલ જીયા ઉલ હકના આદેશથી નિવૃત્તિ પાછી ખેંચી હતી. ઇમરાનની વાપસી જારદાર રહી હતી. ૧૯૯૨માં પાકિસ્તાને વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૧૯૯૨માં ૨૫મી માર્ચે ઇમરાને પોતાની છેલ્લી વનડે ઇંગ્લેન્ડ સામે રમી હતી. એટલે કે ઇંગ્લેન્ડની સામે શરૂ થયેલી પટકથા ઇંગ્લેન્ડ સામે જ પુરી થઇ હતી. ૧૯૯૨માં ઇમરાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




