ઇસરોની આજે વધુ એક ઊંચી ઉડાન, બે ઉપગ્રહો લોન્ચ કરાશે

0
39

ન્યુ દિલ્હી,તા.૧૫
અવકાશ ક્ષેત્રમાં સિદ્ધિના શિખરો સર કરી રહેલું ઇસરો તેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરવા જઇ રહ્યું છે. ઇસરો દ્વારા રવિવારે ઇંગ્લેન્ડના બે ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. આમ તો ઇસરોએ અનેક દેશોના ઉપગ્રહો લોન્ચ કર્યા છે. પરંતુ ૧૬ સપ્ટેમ્બરના રોજ થનારું ઉપગ્રહોનું લોન્ચિંગ સંપૂર્ણપણે વ્યાવસાયિક ધોરણે થશે.
વિશ્વના અંતરિક્ષ બજારમાં એક મજબૂત હરીફ તરીકે ભારત આમ તો ઘણા સમય પહેલા જ ઉભરી આવ્યું છે. તેવામાં ૧૬ સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ૨ ઉપગ્રહોને લોન્ચ કરી ઇસરો તેની સિદ્ધિઓમાં વધુ ઉમેરો કરશે. આ વખતના બ્રિટનના ઉપગ્રહોનું લોન્ચિંગ એટલા માટે ખાસ છે કે આ લોન્ચિંગ સંપૂર્ણપણે વ્યાવસાયિક ધોરણે થશે.
ઇસરો બંને બ્રિટીશ ઉપગ્રહોને એકસાથે પીએસએલવીના માધ્યમથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. બ્રિટનના આ બંને ઉપગ્રહોનું વજન ૮૮૯ કિલોગ્રામ છે. ઇસરોના અધ્યક્ષ કે. શિવનના જણાવ્યા અનુસાર ૧૬ સપ્ટેમ્બરના રોજ યોજાનારું લોન્ચિંગ સંપૂર્ણપણે વ્યવસાયિક લોન્ચ હશે. રોકેટ ફક્ત બે વિદેશી ઉપગ્રહોને લઇ જશે. જા કે તેમણે કહ્યું કે આ પ્રકારના વ્યવસાયિક લોન્ચ ઇસરો માટે નવા નથી. કેમ કે ભૂતકાળમાં પણ અનેક દેશોના ઉપગ્રહ ઇસરો લોન્ચ કરી ચૂક્્યું છે. પીએસએલવી રોકેટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરના પહેલા લોન્ચીંગ પેડથી લોન્ચ કરવામાં આવશે.
ઇસરોની વાણિજ્યિક શાખા એન્ટ્રીક્સ કોર્પ લિમિટેડના બ્રિટનની સેટેલાઇ ટેકનોલોજી લિમિટેડ સાથે થયેલા વ્યાપારિક કરાર અંતર્ગત બંને બ્રિટીશ ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવશે. ઇસરોના જણાવ્યા અનુસાર બંને ઉપગ્રહ સૂર્યના ૫૮૩ કિલોમીટર જેટલા વિશાળ સમકાલીન કક્ષામાં લોન્ચ કરવામાં આવશે.
બંને ઉપગ્રહો પૈકી એક ઉપગ્રહ નોવા એસએઆર એક એસ બેન્ડ સિન્થેટીક અપાર્ચર રડાર ઉપગ્રહ છે. જે જમીન, બરફ, પૂર અને અન્ય કુદરતી આફતો અંગે જાણકારી આપશે. જ્યારે બીજા ઉપગ્રહ એસવન-ફોર એક રિઝોલ્યુશન ઓÂપ્ટકલ અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. જે સંસાધનો પર્યાવરણની દેખરેખ શહેરી વિસ્તારોમાં દેખરેખ તેમજ કુદરતી આફતો વખતે સહાય માટે ઉપયોગમાં લેવાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY