શોએબ અખ્તરે કોહલીને ૧૨૦ સદીનો ટાર્ગેટ આપ્યો…!!

0
53

મુંબઈ,તા.૨૮
વિરાટ કોહલીએ પુણેમાં સદી ફટકારવાની સાથે સતત ત્રણ વન ડેમાં સદી મારાનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ તેના વન ડે કરિયરની ૩૮મી સદી હતી, તેમ છતાં તે ભારતને જાતાડી શકિયો નહોતો. કોહલીએ સીરિઝમાં પહેલી મેચમાં ગુવાહાટીમાં, બીજી મેચમાં વિશાખાપટ્ટનમમાં સદી ફટકારી હતી.
કોહલીના આ પ્રદર્શનના વિશ્વના અનેક ક્રિકેટરો પ્રશંસક બની ગયા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરેટિવટ કરીને ભારતીય કેપ્ટનને નવો પડકાર આપ્યો છે. રાવલપિંડી એક્સપ્રેસે કોહલી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૨૦ સદીનો ટાર્ગેટ રાખ્યો છે.
શોએબ અખ્તરે ટિવટ કરીને લખ્યું કે, “ગુવાહાટી-વિશાખાપટ્ટનમ, પુણે. વિરાટ કોહલી અલગ જ વ્યકિત છે. સતત ત્રણ વન ડે સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બનવાની સિદ્ધી તેણે મળવી છે. તે ખરેખર રન મશીન છે. હું તારા માટે ૧૨૦ સદીનો ટાર્ગેટ રાખું છું.
પુણે વન ડે જીતવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં ૧-૧ની બરાબરી પર આવી ગઈ છે. ચોથી મેચ ૨૯ ઓક્ટોબરે મુંબઈમાં રમાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY