આઈટી કંપની ટીસીએસની બોર્ડ મિટિંગ: શેર્સ બાયબેકની જાહેરાત થઈ શકે

0
176

ન્યુ દિલ્હી,
આઇટી કંપની ટીસીએસ ફરીથી શેર્સ બાયબેકની જાહેરાત કરી શકે છે. કંપનીની ૧૫મી જૂને મળનારી બોર્ડ મિટિંગમાં આ દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે, તેવી માહિતી ટીસીએસે બીએસઇને માહિતી આપી છે. જાકે આ મામલે કંપનીએ વિગતે વાત કરી નથી.
શેર્સ બાયબેક કરવા માટે બે વિકલ્પ છે. સૌપ્રથમ તો ટેન્ડર ઓફર અને બીજા વિકલ્પ છે કે બજારમાંથી પ્રવર્તમાન ભાવે શેરની ખરીદી કરવી. ટેન્ડર ઓફરમાં કંપની શેર્સની સંખ્યા દર્શાવી ઓફર જારી કરે છે કંપની જેટલા શેર્સ બાયબેક કરવા ઇચ્છે છે તેની ખરીદી માટે એક ભાવ નક્કી કરે છે. રોકાણકારોએ એક ફોર્મ ભરી કંપનીમાં જમા કરવાનું રહે છે અને તેમાં જણાવવાનું રહે છે કે તે કેટલા શેર્સ આપવા માગે છે અને તે સામે કેટલી રકમ ઇચ્છે છે.
ટીસીએસના બોર્ડે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શેર્સ બાયબેક કરવા મંજૂરી આપી હતી. એ વખતે કંપનીએ ૫.૬૧ કરોડ શેર્સ રૃ.૧૬,૦૦૦ કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. કંપનીએ શેર દીઠ રૃ.૨,૮૫૦ના ભાવે બાયબેકની ઓફર કરી હતી. કંપનીએ શેર્સ બાયબેકની દરખાસ્તની માહિતી આપી ત્યારબાદ ટીસીએસના શેર્સના ભાવમાં તેજી જાવા મળી છે. શેરનો ભાવ આજે રૃ.૧,૮૩૦ સુધી પહોંચ્યો હતો જે ગઈકાલે રૃ.૧,૭૮૧ ઉપર બંધ થયો હતો. ૨૦૧૮ના નાણાકીય વર્ષમાં ટીસીએસે શેરધારકોને ડિવિડન્ડ અને બાયબેક દ્વારા રૃ.૨૬,૮૦૦ કરોડની રકમ આપી હતી.
ઉલ્લેખનીય છે કે શેર્સ બાયબેક કરવાથી કંપનીની શેર દીઠ આવકમાં સુધારો થાય છે. કંપની પાસે વધારાની રોકડ રકમને કારણે શેરધારકોને તેનો ફાયદો થાય છે. ટીસીએસ ઉપરાંત બીજી કેટલીક કંપનીઓએ પણ બાયબેકને મંજૂરી આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY