તિરુવનંતપુરમ્,તા.૨૮
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દા પર રાજકારણ થોભવાનું નામ લઇ રહ્યું નથી. ભાજપે એલાન કર્યું છે કે તેઓ સબરીમાલાના શ્રદ્ધાળુઓને સમર્થન આપતા પોતાનું આંદોલન ચાલુ રાખશે. રાજ્ય ભાજપે કેરળની લેફ્ટ સરકારને નાસ્તિક ગણાવતા આરોપ મૂકયો કે તેમણે (રાજ્ય સરકારે) સબરીમાલાને બર્બાદ કરવાનો નિર્ણય કરી લીધો છે.
આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ હટાવી દીધો હતો, પરંતુ આ મુદ્દાને લઇ શ્રદ્ધાળુઓ અને સરકારની વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઇ. સબરીમાલામાં અત્યાર સુધી મહિલાઓની એન્ટ્રી થઇ શકી નથી. કેરળ ભાજપના અધ્યક્ષ પીએસ શ્રીધરન પિલ્લઇ એ કહ્યું કે ભાજપ ૩૦ નવેમ્બરના રોજ શ્રદ્ધાળુઓના સમર્થનમાં અને રાજ્ય સરકારની પ્રતાડના વિરૂદ્ધ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરશે.
તેમણે કહ્યું કે રાજ્યમાં શાસન કરનારી પાર્ટીના તમામ નેતા નાસ્તિક છે અને તેમણે સબરીમાલાને બર્બાદ કરવાનો નિર્ણય કરી લીધો છે. આની પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ શનિવારના રોજ કેરળમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. શાહે કહ્યું હતું કે સરકાર અને કોર્ટે એવો નિર્ણય ના સંભળાવા જાઇએ, જેનું પાલન કરાવી શકાય નહીં અને જે આસ્થા સાથે જાડાયેલ હોય.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે અત્યાર સુધી ૪૦૦૦થી વધુ નિર્દોષ લોકોની ધરપકડ કે કસ્ટડીમાં લીધા છે. ભાજપ ૩૦મી નવેમ્બરના રોજ તેની વિરૂદ્ધ ત્રિવેન્દ્રમમાં ડીજીપી ઓફિસની સામે એક દિવસના ઉપવાસ કરશે. કેરળના બીજા જિલ્લાઓમાં એસપી ઓફિસ સુધી માર્ચ કરાશે. તેમણે કહ્યું કે ૮ નવેમ્બરથી કાસરગોડથી સબરીમાલા સુધી રથયાત્રા નીકાળાશે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






