મોદી-શાહને પત્ર લખી કહ્યુ,વાજપેયીની વિચારધારાને ભાજપ ભૂલી ગયો
ઇટાનગર,તા.૧૬
અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કહ્યું કે, ભાજપ હવે તેના સિદ્ધાંતોને ભુલી ગયુ છે. વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે.
તેમણે પત્રમાં લખ્યુ કે, “મને એ જાણીને દુખ થાય છે કે, ભારતીય જનતા પાર્ટી હવે અટલ બિહારી વાજયેયીનાં સિદ્ધાંતોને ભુલી ગયો છે. ભાજપ હવે સત્તા મેળવવાનું કેન્દ્ર બની ગયો છે. પાર્ટીમાં વિકેÂન્દ્રકરણ રÌš નથી અને લોકશાહી વ્યવસ્થાને નકારે છે. જે સિદ્ધાંતો પર પાર્ટી રચાઇ છે તે વિસરાઇ ગયા છે”.
પૂર્વ મુખ્યમંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો કે, ૨૦૧૪માં અરુણાચલ પ્રદેશમાં ભાજપને જનાદેશ મળ્યો નહોતો પણ ભાજપનાં નેતાઓએ એનકેન પ્રકારે દાવપેચ કરી કાલિખો પુલને મુખ્યમંત્રી તરીકે નિમ્યા. કાલિખો પુલે આત્મહત્યા કરી તેની યોગ્ય તપાસ પણ ન થઇ. તમામ નૈતિકત્તાને બાજુ પર મૂકીને ઉત્તર-પુર્વિય રાજ્યોમાં ભાજપે તેની સરકારો બનાવી છે”.
ગેગોંગ અપંગે એવો પણ દાવો કર્યો કે, નવેમ્બરમાં ભાજપનાં કારોબારીની મિટીંગ મળી ત્યારે ભાજપનાં જનરલ સેક્રેટરી રામ માધવે પાર્ટીનાં ઘણા કાર્યકરોને આવવા પણ ન દીધા અને તેમનો મત રજૂ કરવા ન દીધો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




