‘તુફાન’માં ફરહાન અખ્તર બોક્સરનું પાત્ર ભજવશે

0
10

મુંબઈ,તા.૧૬
બોલીવુડમાં સ્પોટ્‌ર્સ ડ્રામા મુવી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મિલ્ખા સિંહની બાયોપિક ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જાડી ૬ વર્ષ બાદ ફરી સાથે આવવાની છે.
રાકેશ ઓમ પ્રકાશના નિર્દેશનમાં એક બોક્સરની દર્દભરી સ્ટોરી પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં ફરહાન અખ્તર લીડ રોલમાં રહેશે. મૂવીનું નામ તુફાન છે. આ ફિલ્મમાં તે સિલ્વર સ્ક્રીન પર બોક્સરના રોલમાં નજરે પડશે.
એક્ટરે ટિવટ કરીને લખ્યું કે, ભાગ મિલ્ખા ભાગના ૬ વર્ષ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું ‘તુફાન’ લઈને એક સાથે આવી રહ્યા છે. જે એક બોક્સરની કહાની છે. આ નવી જર્નીની શરૂઆત માટે તમારા સૌની શુભકામના ઈચ્છું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY