ગરમીથી ત્રસ્ત થઈને રેલવે ટ્રેક પર ઉભા રહેલા ચાર મુસાફરો કચડાયા

0
10

ઇટાવા,તા.૧૦
ઉત્તર પ્રદેશના ઈટાવા સ્થિત બલરાઈ રેલવે સ્ટેશન પર ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. અહીં ગરમીથી પરેશાન કેટલાક યાત્રિકો ટ્રેનના કોચમાંથી બહાર નીકળીને રેલવે ટ્રેક પર ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવેલી રાજધાની એક્સપ્રેસ તેમના પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે એક ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સૈફઈ અને ટૂંડલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યુ છે કે આ દુર્ઘટનામાં જીઆરપી અને આરપીએફની બેદરકારી સામે આવી છે. હાલ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની ઓળખ કૌશામ્બીના રહેવાશીઓ તરીકે કરવામાં આવી છે. તેમના નામ રાજેન્દ્ર, પિન્ટૂ, જામહિરલાલ, અને ભૈયાલાલ છે. આ તમામ લોકો અવધ એક્સપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા. મૃતકો એક જ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે.
ઘટનાને નજરે જાનાર લોકોના જણાવ્યા પ્રમાણે ચારેય અવધ એક્સપ્રેસમાં સવાર હતા. તેમની ટ્રેન બલરાઈ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસને પાસિંગ આપવા માટે ઉભી રહી હતી. આ દરમિયાન આ ચારેય યાત્રિકો ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક પર ઉભા રહી ગયા હતા. પરંતુ ખૂબ ઝડપથી પસાર થયેલી રાજધાનની એક્સપ્રેસે તેમને અડફેટે લીધા હતા. ચારેયનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં.
અવધ એક્સપ્રેસ મુઝફ્ફરનગરથી બાંદ્રા ટર્મિનલ જઈ રહી હતી. જ્યારે રાજધાની એક્સપ્રેસ કાનપુરથી દિલ્હી જઈ રહી હતી. ગરમીને કારણે મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મની વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY