હવે લોકો પર આવકવેરા વિભાગની ડીઝીટલ નજર,રીટર્ન સ્ક્રુટીનીમાં ૧૫૦ ટકા ઘટાડો થશે

0
82

ન્યુ દિલ્હી,તા.૮
આવકવેરા વિભાગ તમારા દરેક જમા અને ઉધાર પર ડીઝીટલ નજર રાખશે. જેના લીધે ઓછા દરોડામાં વધુ ટેક્ષ ચોરી પકડવી શકય બનશે. વિભાગે ટેકનીકની મદદથી સ્ક્રુટીની ની જાળ એટલી ફેલાવી છે કે રીટર્ન જમા કરાવતા પહેલાં જ હિસાબ-કિતાબ સીસ્ટમમાં મળી જાય છે.
સુત્રોએ જણાવ્યું છે કે આવકવેરા વિભાગ આ વર્ષે સ્ક્રુટીનીમાં ઘટાડો કરશે. ગયા વર્ષે ૧ ટકાની સામે આ વર્ષે ૦.૩૫ ટકા કેસમાં સ્ક્રુટીની થશે.
સુત્રોનું માનીએ તો વિભાગ હવે આ નીતિ પર ચાલે છે કરદાતા જો ઇમાનદારીથી પૈસા કમાઇને વાપરે છે તે રીટર્નની સ્ક્રુટીની નહીં કરાય. જેના લીધે રીટર્ન ફાઇલ કર્યા પછી વિભાગ તરફથી નોટીસ આવવાની ઝંઝટ નહીં રહે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગ ટેકનીકલી મજબુત થયેલ છે અને એવી વ્યવસ્થા ગોઠવાઇ છે જેના કારણે વિભાગને કરદાતાઓની બધી લેવડ-દેવડ અને જમા ઉધારની માહિતી બીજા સ્ત્રોતો દ્વારા મળી જાય છે.
આવકવેરા વિભાગના નિયમ ૧૧૪ ડી.અને ૧૧૪ ઇ માં આવતી નાણાકીય લેવડ દેવડની જાણકારી વિભાગની કોમ્પ્યુટર સીસ્ટમમાં સીધી પહોંચી જાય છે. એટલે આ માહિતીને આધારભુત ગણવામાં આવશે અને રીટર્નની સ્ક્રુટીનીમાં લગભગ ૧૫૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં પાનકાર્ડનો ઉપયોગ થતો હોય તેવી દરેક લેવડ દેવડ આ નિયમ હેઠળ આવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY