જાધવે વાપસી માટે વધુ ઘરેલું મેચો રમવી પડશે : પ્રસાદ

0
8

ન્યુ દિલ્હી,તા.૨૬
ફરી એકવાર સ્વસ્થ થઇ ચુકેલા કેદાર જાધવને વેસ્ટ ઈન્ડિઝની સામે બાકીની ત્રણ વન-ડે મેચ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી ન કરવાની જાણકારી ન આપવાની વાત પર મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે આ બેટ્‌સમેનની ઇજાગ્રસ્ત થવાના જૂના ઇતિહાસને કારણે ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યું નથી.
દેવધર ટ્રોફીની વચ્ચે જાધવને ભારત એ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી કેમકે પસંદગીકર્તાએ તેમની વાપસીનો નિર્ણય પહેલા તેની ફિટનેસ ચેક કરવા માંગતા હતા. ત્રણ રાષ્ટ્રીય પસંદગીકર્તાઓની હાજરીમાં જાધવે ૨૫ બોલમાં ૪૧ રનની મેચ રમી અને પાંચ ઓવર નાથી પોતાનો દાવો સબમિટ કર્યો હતો, પરંતુ દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર થયેલી ટીમમાં મહારાષ્ટ્રના આ ખેલાડીને જગ્યા આપવામાં આવી ન હતી.
જાધવને જ્યારે પૂછવામાં આવ્યું કે વેસ્ટઈન્ડિઝની સામે બાકી ત્રણ મેચમાં તેમનું સિલેક્શનને લઇને કોઇપણ પ્રકારની જાણકારી આપવામાં આવી છે તો તેણે કહ્યું કે ‘મને તેની જાણકારી નથી.’ પુણેના આ ૩૩ વર્ષના ખેલાડીએ કહ્યું કે ‘જાઇએ છે શું થાય છે, મને આ વિશે જણાવનાર તમે પહેલા વ્યકિત છો. મારે તે જાવાની જરૂરીયાત છે કે તેમણે મને કેમ સિલેક્ટ કર્યો નથી. હું ટીમમાં ન હતો માટે મને ખબર નથી કે શું યોજના છે.’
પ્રસાદે પસંદગીકર્તાઓનો બચાવ કરતા કહ્યું કે જાધવની વાપસી માટે વધુ ઘરેલું મેચો રમવી પડશે. ‘અમે કેદારની ફિટનેસ અને તેમનો ઇતિહાસને જાઇને તેમનું સિલેક્શન કર્યું નથી. આ પહેલા પણ ઘણા અવસરોમાં તેને સ્વસ્થ થઇ વાપસી કરી હતી પરંતુ ફરી ઇજાગ્રસ્ત થઇ ગયો જે રીતે ગત મહિને એશિયા કમાં થયું હતું.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY