ટોલ બૂથ પર તોડફોડ સાથે એક રાઉન્ડ ફાયરિંગ, ૫ ઈજાગ્રસ્ત

0
93

ભરૂચ,
તા.૫/૪/૨૦૧૮

ભરૂચમાં અસામાજિક તત્વોનો આતંક…

હાઈ વે પર આવેલા કેબલ બ્રિજના ટોલ બૂથ પર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે ટોલ ટેક્ષ વસૂલવા બાબતે સંચાલકો અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને મામલો વધુ બિચકાયો હતો. જેથી અસામાજીક તત્વો દ્વારા ટોલબૂથની કેબિનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ સાથે જ ટોલબૂથના કર્મચારીઓ પર લાઠીઓ વરસાવી હતી. સીસીટીવી ફૂટેજમાં જાવા મળ્યું હતું કે અસામાજીક તત્વોના ટોળાએ ટોલબૂથના કર્મચારીઓને લાઠી વડે માર માર્યો હતો. અને આતંક મચાવ્યો હતો.

તો આ આવારા તત્વોએ તોડફોડની સાથે સાથે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જા કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે અસામાજીક તત્વો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ તો પોલીસે ટોળા વિરૂદ્ધ મારામારી અને લૂંટનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ઝ્રઝ્ર્‌ફના આધારે આરોપીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY