એવોર્ડ સમારોહ અમેરિકાના સાન ફ્રાન્સીસ્કો ખાતે ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે
મુંબઈ,તા.૧૦
‘વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર’ (WWF) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે જે પ્રયાસો થયા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. WWF દ્વારા ૨૦૧૭-૧૮ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ ૨૦૧૭-૧૮ એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે ૧૨ સપ્ટેમ્બરના રોજ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની આ એવોર્ડ સ્વીકારશે.
આ અંગે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ના વર્ષ માટેની વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીનું મુલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા ૨૨ શહેરોની વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. WWF દ્વારા વન પ્લેનેટ સિટી ચેલેન્જનો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આયોજીત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન યોજવામાં આવનાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



