જયપુર,તા.૯
રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ ચેતવણી આપી છે કે જા હિન્દુઓ એક નહી થયા તો રાજસ્થાનના સંખ્યાબંધ શહેર પાકિસ્તાનમાં ફેરવાઈ જશે.
ઉદયપુર જિલ્લામાં યોજાયેલા એક સમારોહમાં ગુલાબચંદ રાજપૂતે કહ્યું હતુ કે જો તમને તક મળે તો જયપુરના જુના વિસ્તારમાં જજા.ત્યાં મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓ જાણે રડી રહી છે.કારણકે આ વિસ્તારમાં મંદિરોમાં પૂજા થઈ શકતી નથી.કોઈ ધાર્મિક પરંપરાઓનુ પાલન નથી થઈ શકતુ.કારણકે જુના જયપુરમાં આવેલી કોલોનીઓના લોકો મંદિર પરિસરમાં જ હાડકા અને માંસ નાંખે છે.તેમની સાથે રોજ કોણ ઝઘડો કરવા જાય?
તેમણે કહ્યું હતુ કે હવે ત્યાંથી લોકો પોતાના પરિવાર અને યુવાન દીકરીઓને બચાવવા માટે ઘર છોડવા મજબૂર છે.તમને ખબર છે ખરી કે લવ જેહાદ શું છે. તમારી દીકરીઓ પંચર કરનારાઓ સાથે ભાગી રહી છે.તમે સમજવાની કોશીશ કરો.
જો ભૂલ કરશો તો બચવાનો કોઈ રસ્તો નથી.તમે ખાલી રડતા જ રહેશો. લોકોએ ખતરો જાઈને એક થવુ પડશે.આપણે રામના સંતાનો છે. જાતિ અને બીજુ બધુ ભુલી જાવ. આપણી એક જ જાતિછે અને તે છે ભગવાન રામ,આપણે મરીએ છે ત્યારે પણ રામ રામ કહીએ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



