મુંબઈ,તા.૯
વિસ્તારા એરલાઇન્સમાં શારીરિક છેડતીનો એક મામલો સામે આવ્યો છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ૬૫ વર્ષના એક બિઝનેસમેને તેમની સાથે શારીરિક છેડતી કરી. પોલીસે આ મામલામાં કેસ નોંધી લીધો છે, પરંતુ આરોપી બિઝનેસમેનને જામીન મળી ગઈ છે. વિસ્તારા એરલાઇન્સની આ ફ્લાઇટ મુંબઈથી દિલ્હી આવી રહી હતી.
આરોપી બિઝનેસમેનને બુધવારે મુંબઈની અંધરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન મળી ગયા. આ મામલામાં વિસ્તારા એરલાઇન્સ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન નથી આવ્યું.
આ પહેલીવાર નથી જ્યારે વિસ્તારાની ફ્લાઇટમાં આવી ઘટના બની હોય. આ પહેલા ગયા વર્ષે માર્ચ મહિનામાં પુણેની ૬૨ વર્ષીય વ્યક્તિને કેબિન ક્રૂની સાથે છેડતી કરવાના આરોપમાં સીઆઈએસએફના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના લખનઉથી દિલ્હીની વચ્ચે વિસ્તારાની ફ્લાઇઠ યુકે૯૯૭માં બની હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



