જયપુર,તા.૧૬
સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પાંચ ટકા અનામતની માગ સાથે રાજસ્થાનમાં આંદોલન પર ઉતરેલા ગુર્જરોએ આંદોલન સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. શનિવારે સવારે રાજ્યના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ સરકારનો પાંચ ટકા અનામત આપવાના નિર્ણયનો ડ્રાફ્ટ લઈને ડૂંગર મલારણા પહોંચ્યા હતા, જ્યાં ટ્રેનના પાટા પર ગુર્જરો આંદોલન કરી રહ્યાં હતા. આ ડ્રાફ્ટ મળ્યા બાદ ગુર્જર અનામત આંદોલન સિમિતિના સંયોજક કિરડી સિંહ બૈંસલાએ આંદોલન સમાપ્તીની જાહેરાત કરી હતી.
શનિવારે કર્નલ કિરોડી સિંહ બૈસલાએ જણાવ્યું હતું કે દેશ નાજુક Âસ્થતિમાંથી પસાર થઈ રહ્યો છે. કેટલાક સૈનિકો શહીદ થયા છે, ટ્રેન રોકવી યોગ્ય નથી. મુખ્ય મંત્રી સાથે અમારી વાતચીત થઈ ગઈ છે, અમને અનામત મળશે. ડ્રાફ્ટ મળતાની સાથે જ અમે ટ્રેક ખાલી કરી દઈશું. પાંચ ટકા અનામતની માંગ સાથે ગુર્જરોએ પાછલા કેટલાક દિવસોથી મુંબઈ-દિલ્હી ટ્રેન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. આંદોલનકારીઓ રાજ્યમાં રાજમાર્ગો પર પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા.
ગુર્જરોની માગની ધ્યાનમાં રાખતા ગત બુધવારે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુર્જરોને અનામત આપતું બિલ પારિત કર્યુ હતું. ત્યારબાદ બુધવારે જ રાજ્યપાલે બિલને મંજૂરી આપી દીધી હતી. આ બિલને વિધાનસભામાં રાજ્યના બંધારણની ૯મી સૂચીમાં દાખલ કરવા માટે સંકલ્પપત્ર પણ પસાર કરાયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




