રોબર્ટ વાડ્રાને રાહત, કોર્ટે વચગાળાના જામીન ૨ માર્ચ સુધી લંબાવાયા

0
31

ન્યુ દિલ્હી,તા.૧૬
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ઘેરાયેલા રોબર્ડ વાડ્રાને કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે વાડ્રાના વચગાળાના જામીન ૨ માર્ચ સુધી લંબાવ્યા હતા. ઈડીએ વાડ્રાને કોર્ટ દ્વારા વચગાળાની રાહતનો વિરોધ કરતા જણાવ્યું કે તે તપાસમાં સહયોગ નથી આપી રહ્યા અને તેમને અનેક સવાલો હજુ પૂછવાના બાકી છે. જા કે વાડ્રાએ જણાવ્યું હતું કે ઈડી જ્યારે પણ બોલાવે છે તે પૂછપરછ માટે હાજર રહે છે.
અગાઉ ૨ ફેબ્રુઆરીના કોર્ટે તેમને ૧૬ ફેબ્રુઆરી સુધીની વચગાળાની રાહત આપી હતી. કોર્ટે એ શરત પર વાડ્રાને જામીન આપ્યા હતા કે તેમણે તપાસમાં ઈડીને સહયોગ આપવો પડશે.
દરમિયાન વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ વાડ્રા વતી હાજર રહેતા જણાવ્યું હતું કે ઈડીનો દાવો ખોટો છે અને જ્યારે પણ બોલાવાશે વાડ્રા હાજર રહેવા તૈયાર છે. ઈડીના વકીલે જણાવ્યું કે, વાડ્રા કાયમ ‘જાન’ સાથે લઈને આવે છે. ઈડી ઓફિસ હોય કે કોર્ટ હોય જ્યાં પણ વાડ્રા જાય છે તેમની સાથે આખી જાન હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY