જયપુર,તા.૯
આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરી દળને સ્વતંત્રતા આપી દીધી હોવાનું કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું. મુંબઈમાં કરવામાં આવેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલા બાદ ભારતીય લશ્કરે કાર્યવાહી કરવાની માગણી કરી હતી, પરંતુ તત્કાલિન યુપીએ સરકારના વડા પ્રધાને એ માટે પરવાનગી નહોતી આપી. જાકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા લશ્કરને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી દીધી હોવાનું જાવડેકરે અહીં યોજાયેલી પક્ષની બેઠક દરમિયાન કહ્યું હતું.
સીઆરપીએફના ૪૦ કરતા પણ વધુ જવાનનો ભોગ લેનારાં પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય હવાઈદળે પાકિસ્તાનસ્થિતિ આતંકવાદી છાવણીઓ પર હવાઈહુમલો કર્યો હતો. એ જ પ્રમાણે દેશના વૈજ્ઞાનિકો અણુપરીક્ષણ કરવા કિયારના તૈયાર હતા, પરંતુ તત્કાલિન યુપીએ સરકારના વડા પ્રધાને તે માટેની પરવાનગી પણ નહોતી આપી.બાદમાં વર્ષ ૧૯૯૯માં તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન અણુપરીક્ષણ કરવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





