લોસ એન્જલ્સ,તા.૯
ડિઝનીએ પોતાની આગામી ફિલ્મ મેલફિશન્ટઃ મિસ્ટ્રેસ આૅફ ઇવિલની રિલિઝ ડેટ જાહેર કરી હતી એવા અહેવાલ પ્રગટ થયા હતા.
આ ફિલ્મ એન્જેલિના જાલી નિર્દેશિત મેલફિશન્ટની સિક્વલ છે અને એનું ડાયરેક્શન પણ જાલીએ કર્યું છે એમ એક અહેવાલમાં જણાવાયું હતું.
અગાઉ થયેલી જાહેરાત મુજબ આ ફિલ્મ ૨૦૨૦ના મેની ૨૯મીએ રજૂ થવાની હતી. ડિઝનીએ એની રિલિઝ ડેટ વહેલી કરી નાખી હતી. હવે આ ફિલ્મ ચાલુ વર્ષના ઓક્ટોબરની ૧૮મીએ રજૂ થશે.
આ ફિલ્મ એક એડવેન્ચર થ્રીલર ફિલ્મ તરીકે ઓળખાવાઇ છે. જા કે વહેલી રજૂ થવાથી એ બીજી કેટલીક ફિલ્મો સાથે બોક્સ આૅફિસ પર ટકરાશે એમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
આ ફિલ્મમાં જાલીએ પોતે વિલન ટાઇપનો રોલ કર્યો છે. જાલી ઉપરાંત આ ફિલ્મમાં એલી ફેનિંગ, સામ રિલે,ઇમેલ્ડા સ્ટાઉન્ટન, જુનો ટેમ્પલ અને લેસ્લી મેનવીલે ચમકી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



