મોદીનું ફરી વડાપ્રધાન બનવું દેશ અને સમાજ માટે જરૂરીઃ કલ્યાણ સિંહ

0
13

સંવૈધાનિક પદ પર બેઠેલા રાજસ્થાનના ગવર્નરે મોદીને વડાપ્રધાન બનાવવા અપીલ કરી
જયપુર,તા.૨૫
રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમનું ફરીથી ચૂંટાવું દેશ અને સમાજની જરૂરિયાત છે. બંધારણીય પદ પર બેઠેલા કોઈપણ વ્યક્તિનું આ પ્રકારનું નિવેદન અત્યંત વિવાદાસ્પદ છે. અલીગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા ભાજપના ઉમેદવારને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે શનિવારે રાજ્યપાલ કલ્યાણ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ અને અમારું લક્ષ્ય નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું છે.
કલ્યાણ સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ. તેથી અમે ભાજપનો વિજય ઇચ્છીએ છીએ. બધા ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી એક વાર ફરી વડાપ્રધાન બને. આ દેશ માટે તે જરૂરી છે અને સમાજ માટે પણ કે નરેન્દ્ર મોદી એક વખત ફરીથી વડાપ્રધાન બને.
ભાજપ કાર્યકર્તાઓએ રાજ્યપાલ સમક્ષ સાંસદ સતીષ ગૌતમને લઇને વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે કલ્યાણસિંહે આ નિવેદન આપ્યું હતું. સતીષ ગૌતમ સામે ફરિયાદ હતી કે તેમણે ક્્યારેય સંસદીય ક્ષેત્રની મુલાકાત લીધી હતી નથી. કલ્યાણ સિંહ નિવાસની બહાર આવ્યા અને તેમણે વિરોધ-પ્રદર્શન અટકાવવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, તેનું સન્માન કરો અને તેનો સ્વીકાર કરો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY