કૉરિયોગ્રાફર સલમાન યૂસુફ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો

0
15

મુંબઇ,તા.૨
બોલીવુડ એક્ટર અને જાણીતા કારિયોગ્રાફર સલમાન યુસુફ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. તેની સામે મુંબઈનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કઇ મહિલાએ આરોપ લગાવ્યો છે તેનો ખુલાસો હજુ સુધી થયો નથી. ઉલ્લેખનીય છે કે સલમાન યુસુફ ખાન ભારતનાં જાણીતા ડાંસર્સમાંથી એક છે. તે ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ સીઝન-૧માં વિનર રહી ચુક્યો છે. વર્ષ ૨૦૧૩માં તેણે રેમો ડિસૂઝાની ફિલ્મ ‘એબીસીડી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.
આ ઉપરાંત તે ‘ડા‹લગ’, ‘જીદ’, ‘દિલ જંગલી’ અને ‘વેલકમ ટૂ ન્યૂયાર્ક’ જેવી ફિલ્મોમાં કારિયોગ્રાફરની ભૂમિકા નીભાવી ચુક્્યો છે. સલમાન યુસુફ ખાનથી પહેલા બોલીવુડનાં જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની પણ જાતીય સતામણીનાં આરોપનો સામનો કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘સંજૂ’માં આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુકેલી મહિલાએ રાજકુમાર હિરાની પર જાતીય શોષણ જેવો ગંભીર આરોપ લગાવ્યો હતો.
આ આરોપ બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ રાજકુમાર હિરાની સામે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો શરમન જોશી, જાવેદ અખ્તર, ઋચા ચઢ્ઢા અને દિયા મિર્ઝા જેવા સ્ટાર્સ રાજકુમારનાં સપોર્ટમાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY