જયપુર,તા.૧૧
રાજસ્થાનમાં ચૂંટણીના ટ્રેંડથી ઉત્સાહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે આ વખતે રાજસ્થાનમાં ભાજપને જાડતોડ કરવા દઇશું નહી. તેમણે કહ્યું કે તે બિન કોંગ્રેસી પક્ષોની સાથે ટચમાં છે, જે પણ લોકો અથવા પક્ષ ભાજપના વિરોધમાં છે, તે તેમની સાથે સંપર્ક જાળવી રાખશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે.
સચિન પાયલોટે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાજસ્થાન જ નહી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ ભાજપની નીતિઓ અને રાજકારણ વિરૂદ્ધ વોટ આપ્યા છે. તમામ રાજ્યોમાં ભાજપની નીતિઓ નોટબંધી, જીએસટી, મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર વિરૂદ્ધ વોટ પડ્યા છે.
તેમણે કહ્યું કે રાજસ્થાનનો જનાદેશ અહીંના લોકોજ્ની જીત છે. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસે લોકોની વાતને આગળ મુકી છે. લોકોએ કોંગ્રેસના મેનીફેસ્ટોને પસંદ કર્યો છે. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓની મહેનતની સામે ધનબળ વાળી ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
સચિન પાયલોટે કહ્યું કે તે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અશોક ગેહલોત અને બીજા નેતાઓની સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે સૌથી જરૂરી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવી છે. રાજ્યના લોકો ભાજપના શાસનકાળમાં પાંચ વર્ષમાં પરેશાન અને પીડાતા રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






