ભાજપનું નબળું પ્રદર્શન એ સરકાર કાળું નાણું પરત ન લાવી શકી તેનું પરિણામ : હાર્દિક પટેલ

0
10

રાજકોટ,તા.૧૧
પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાની જેલ મુકિત બાદ, હાર્દિક પટેલ અને અલ્પેશ સંકલ્પ યાત્રા પર નીકળ્યા છે. જે હેઠળ તેમણે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી તેમજ મંગળા આરતી કરી હતી.
સંકલ્પ યાત્રા ખોડલધામથી ગોમટા પહોંચી હતી. અલ્પેશ કથીરીયા અને હાર્દિક પટેલ ખોડલઘામ પહોંચ્યા છે. વહેલી સવારે છ વાગ્યે ખોડલધામ પહોંચીને બંને યુવા નેતાઓએ મા ખોડલની આરતી ઉતારી હતી. આ સમયે મંદિરના પૂજારીજીએ બંનેને ખેસ પહેરાવી આરતી સહિત પ્રસાદ આપ્યો. જેલમાથી છૂટકારા બાદ અલ્પેશ માતા ખોડલ ના ચરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા.
મહત્વનું છે કે અલ્પેશની મુકિત બાદ હાર્દિકે તેને પોતાનો કેપ્ટન જાહેર કર્યો છે. જે બાદ પાસના નેતાઓ ગુજરાતમાં સંકલ્પ યાત્રા પર નીકળ્યા છે. અને જેની સાથે આ બંને નેતાઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં જેતપુરના ખોડલધામ ખાતે પણ પહોંચ્યા હતા. ત્યા નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરે તેવી શકીયતા સર્જાઈ શકે છે.
“ખૂબ ચોંકાવનારા અને નવાઈના પરિણામો છે. જે રીતે એકિજટ પોલ હતા એ પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે. ભાજપના ગઢમાં ચોંકવાનારા રિઝલ્ટ આવી રહ્યા છે. ગુજરાત પછીની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણીમાં અસર પાડશે. છત્તીસગઢમાં એકિજટ પોલ કામ ન્હોતું કરતું ત્યાં કોંગ્રેસ કિલન સ્વિપ કરી રહી છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે. મધ્ય પ્રદેશમાં પણ સારું પરિણામ આવશે.”
ભાજપના નબળા પ્રદર્શન અંગે હાર્દિકે જણાવ્યું કે, “ખેડૂતો અને યુવાનોનો મુદ્દો સરકાર વિરુદ્ધ હોવાનું આ પરિણામ છે. સરકાર કાળું નાણું પરત ન લાવી શકી તેનું આ પરિણામ છે. સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓમાં સરકારની દખલગીરીનું આ પરિણામ છે. રિઝર્વ બેંકમાં ઉર્જિત પટેલ સાથે જે થયું તે પરથી જનતા પહેલાથી ઘણું બધું માપી રહી છે. ૨૦૧૯ પહેલાની આ સેમિફાઇનલ ઘણું બધું નક્કી કરશે.”
રાજકોટમાં નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. રાજકોટમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિકે જણાવ્યું હતું કે, આજના પરિણામો દેશની દશા અને દિશા નક્કી કરશે.
હાર્દિકે જસદણ પેટા ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ૧૩મી તારીખે વીંછીયામાં ખેડૂત સંમેલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે. હાલ, રણનીતિના ભાગરૂપે જસદણ પેટા ચૂંટણીમાં ન જઈ શકિયા નું હાર્દિકે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY