રાજસ્થાનમાં નોટાને ૪૭૬૭૮૧ મત મળ્યા
જયપુર,તા.૧૩
રાજસ્થાનમાં ભાજપને મળેલી હાર પાછળ પણ નોટાને મળેલા મત મહત્વનો ભાગ ભજવી ગયા છે. ખરેખર તો એક એક મત કેટલો કિંમતી હોય છે તેનો ખ્યાલ રાજસ્થાન ચૂંટણીના પરિણામોથી આવી શકે છે. નોટાને રાજસ્થાનમાં ૧.૩ ટકા મત મળ્યા છે. જે ભાજપની પરંપરાગત વોટ બેન્કની નારાજગી તરીકે જાવામાં આવી રહ્યા છે.
નોટાને રાજસ્થાનમાં ૪,૭૬,૭૮૧ મત મળ્યા છે. રાજસ્થાનમાં ભાજપને ૩૮.૮ ટકા અને કોંગ્રેસને ૩૯.૩ ટકા મત મળ્યા છે. આમ કોંગ્રેસને માત્ર ૦.૫ ટકા મત એટલે કે ૧.૭૦ લાખ મત ભાજપ કરતા વધારે મળ્યા છે.
ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસને ૫.૬ ટકા મત વધારે મળ્યા છે પણ નોટાના કારણે ભાજપને થયેલુ ૧.૬૫ ટકા મતનુ નુકસાન પણ નાનુ સુનુ નથી.
રાજસ્થાનમાં ૨૦૧૩માં ૪૬.૫ ટકા મત સાથે ભાજપને ૨૦૦માંથી ૧૬૩ બેઠકો મળી હતી.આ વખતે પાર્ટીને ૭૩ બેઠકોનુ નુકસાન થયુ છે.જ્યારે કોંગ્રેસને ગત ચૂંટણીમાં ૩૩.૭૧ ટકા વોટ સાથે ૨૧ બેઠકો જ મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




