જયપુર,તા.૨૦
બી. સી. સી. આઈ.ના કામચલાઉ સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બાર્ડ ૨૦૧૯ની મોસમની આઈ. પી. એલ. સ્પર્ધાની બધી મેચ રાષ્ટ્રમાં રમાય તે માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
ક્રિકેટ બાર્ડ બંને કાર્યક્રમની તારીખ એકબીજાને મળતી નિવારવા ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણીના દિવસની જાહેરાત માટે રાહ જાઈ રહ્યું છે. હવે પછીના વન-ડે વર્લ્ડ કપનું ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે ૩૦મી મેથી ૧૪મી જુલાઈ સુધી આયોજન થનાર હોવાથી આઈ. પી. એલ. સ્પર્ધાની માર્ચના છેલ્લા અઠવાડિયાથી મેના પહેલા પખવાડિયા સુધી રમાવાની આશા રખાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





