વડાપ્રધાન વાયદો કરે છે તે પૂર્ણ કરીને બતાવે છે
મુંબઈ,તા.૨૦
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા મહારાષ્ટ્રના નેતા અને સામાજિક ન્યાય તથા અધિકાર વિભાગના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પંદર લાખ રૂપિયા મામલે પોતાની ટીપ્પણી પર સ્પષ્ટીકરણ આપ્યું છે. અઠાવલેએ એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતામાં કહ્યું છે કે તેમણે એવું કહ્યું હતું કે વિકાસ માટે આરબીઆઈએ નાણાં આપવા જોઈએ. તેમણે કહ્યું હતું કે સરકારે આશ્વાસન તો આપ્યું છે. પરંતુ એકસાથે પંદર લાખ એકાઉન્ટમાં આવશે નહીં.
સરકારને વધુ પાંચ વર્ષ મળવા જાઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો છે કે તેઓ કંઈક કહે છે, તો તેમનામાં તેને પૂર્ણ કરવાનું પણ કૌવત છે. અઠાવલેએ પોતાની ટીપ્પણી પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે ખૂબ સરળતાથી એકાઉન્ટમાં કેટલાક નાણાં જમા થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે પંદર લાખ રૂપિયા જમા થશે. પરંતુ તે સાચું નથી. વિકાસ માટે ઘણાં વધારે નાણાં જાઈએ. સરકાર પાસે નાં આવી જશે, તો તે ભવિષ્યમાં કોઈકને કોઈક એકાઉન્ટમાં જશે. પરંતુ પંદર લાખ એકાઉન્ટમાં જશે, તેવું તેમણે જણાવ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



