સેન્ડલ એટલું કિંમતી કે સુરક્ષામાં તૈનાત કરવો પડ્યો કોબ્રા સાપને!!

0
110

લંડન,તા.૩૧
કોઈ કિંમતી વસ્તુની સુરક્ષામાં ગાર્ડ તૈનાત કરવામાં આવે તેવું તો તમે સાંભળ્યું અને જાયું હશે. પરંતુ શું તમે જાણ્યું છે કે કોઈ કોબ્રા સાપ સુરક્ષા ગાર્ડની નોકરી કરતો હોય ? આ ઘટના બની છે લંડનમાં જ્યાં એક સેન્ડલની સુરક્ષા માટે કોબ્રા સાપને તૈનાત રાખવામાં આવ્યો છે. જે સેન્ડલ માટે કોબ્રાને સુરક્ષા સોંપાઈ છે તે સેન્ડલ અત્યંત કિંમતી છે.
વર્ષ ૨૦૦૭થી લંડનના સ્ટોર હારોડ્‌સ માં રુબી લગાવેલું એક સેન્ડલ સુરક્ષિત છે. વર્ષ ૨૦૦૭માં આ સેન્ડલની કિંમત ૫ લાખ પાઉન્ડ એટલે કે અંદાજે ૪.૭૦ કરોડ રૂપિયા હતી. જા કે આ સ્ટોરમાં અન્ય કિંમતી વસ્તુઓ પણ છે જેને જાવા અને ખરીદવા લોકો આવતાં હોય છે.
ઉલ્લેખનીય છે કે ૧૫૦ વર્ષથી પણ વધારે જૂના આ સ્ટોરમાં ૧૮૯૮માં એસ્કેલેટર લગાવેલું હતું, જે બ્રિટનમાં પહેલું હતું. લંડનનો આ સ્ટોર અમીર લોકોમાં લોકપ્રિય હતો. તેની શરૂઆત ૧૮૪૯માં થઈ હતી અને હવે તેના ૩૩૦ રીટેલ સ્ટોર છે. જેમાં ૧૨ હજારથી વધારે લોકો કાર્યરત છે. માનવામાં આવે છે કે દર વર્ષે અહીં દોઢ કરોડથી વધારે લોકો હીરા-જવેરાત ખરીદવા આવે છે. અહીં બાળકો માટેના મોંઘા રમકડાં પણ મળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY