ઘોસી લોકસભા સીટના બસપા ઉમેદવાર અતુલ રાય સામે લૂકઆઉટ નોટિસ જાહેર

0
4

પટના,તા.૧૫
બિહારની ઘોસી લોકસભા સીટનાં ગઠબંધન તરફથી બસપાનાં ઉમેદવાર અતુલ રાય સામે પોલીસે લૂકઆઉટ નોટિસ રજૂ કરી છે. અતુલ રાયની ઉપર બળાત્કારનો આરોપ છે. ત્યારે અતુલ રાયની મલેશિયા ભાગવાની આશંકાને પગલે પોલીસે લૂકઆઉટ નોટિસ રજૂ કરીને દેશનાં દરેક એરપોર્ટને સતર્ક રહેવા માટે કહ્યુ છે. પોલીસ મુજબ ધરપકડનાં ડરથી અતુલ રાય મલેશિયા ભાગવાની તૈયારીમાં છે. એસએસપી આનંદ કુલકર્ણીએ આ વાતની પુષ્ટિ કરી હતી. આ વચ્ચે વારાણસીની લંકા પોલીસે અતુલના જાડાણની કાર્યવાહીની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છેકે, બલિયા નિવાસી કોલેજની પૂર્વ વિદ્યાર્થીનીએ પહેલી મેએ અતુલ રાયની સામે દુષ્કર્મ સહિત અન્ય આરોપોમાં કેસ દાખલ કર્યો છે. ધરપકડથી બચવા માટે રાયે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ તેને કોઈ રાહત મળી ન હતી. ત્યારે હવે અતુલે સુપ્રિમ કોર્ટનો સહાર લીધો છે. સુપ્રિમ કોર્ટ આ મામલે ૧૭ મેએ સુનાવણી કરશે. ઘોસી લોકસભા સીટ પર ૧૯ મેએ મતદાન થવાનું છે. બધાજ ઉમેદવારો પ્રચારોમાં વ્યસ્ત છે, ત્યારે અતુલ રાય ફરાર છે. જેને કારણે મતદાતાઓમાં સમંજસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY