જામનગર,તા.૧૦
જામનગર જિલ્લાના બારાડી ગામમાં ખેત મજૂરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારમાં દિયરે એકલાતનો લાભ લઇને ભાભી ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે ભાભીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જાકે, દિયર પોલીસ પકડથી હાથવેંતમાં છે.
મળતી માહિતી પ્રમાણે જાડીયા તાલુકાના બારાડીગામના એક ખેડૂતની વાડીમાં રહેતો એમ.પીનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે શુક્રવારની વહેલી સવારે ભાઇ બહાર ગયો હોવાથી ભાભી એકલાં હતા. અને તે ઝુંપડામાં સુતા હોવાથી દિયરની ભાભી ઉપર નજર બગડી હતી.
એકલતાનો લાભ લઇને દિયરે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ દિયર ત્યાંથી નાશી છૂટ્યો હતો. આ બનાવથી ભાભીને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેણીની તબીયત સુધારા પર છે.
આ બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને ભાભીએ જ દિયર સામે ફરિયાદ નોંધાવી હતી. જાડિયા પોલીસે બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનોં નોંધીને આરોપી દિયરને પકડવાની તજવીજ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



