રાજપીપલા:
સરપ્રાઈજ ચેકીંગ માં જેતપુર ની દુકાન માં લાખોની ગેરરીતિ જોવા મળી હોવાની બુમ બાદ મામલતદરે આ બાબતે રિપોર્ટ બનાવી ઉપલા અધિકારી ને સોંપ્યો હતો જોકે આ બનાવ ને એક મહિનો થવા છતાં હજુ આ દુકાનદાર સામે કોઈજ ખાશ કાર્યવાહી નથી કરાય ત્યારે ફક્ત તેની કે દુકાન ના રેશનકાર્ડ અન્ય દુકાન ને હસ્તક આપી તપાશ ચાલુ હોવાની વાત લગતા વળગતા અધિકારીઓ દ્વારા જાણવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ પણ તંત્ર દ્વારા કેમ તપાશ ના નામે આટલો સમય લાગી રહ્યો છે..? શુ આ દુકાનદાર ને બચાવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ીનું સંકેલવા પ્રયાશ કરાય રહ્યો છે ..? મામલતદારે તપાશ નો સાચો રિપોર્ટ આપ્યા બાદ કેમ કોઈ નક્કર પગલાં લેવાતા નથી તે મોટો સવાલ છે ,જોકે જાણવા મળ્યા મુજબ ગેરરીતિ જે દુકાન માં ઝડપાય છે તે દુકાન નું સંચાલન અન્ય લોકો કરતા હતા ત્યારે પરવાનેદાર કેમ દુકાન નું સંચાલન કરતો નથી …? તે બાબતે પણ તપાશ જરૂરી છે.
આધારભૂત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સંચાલન કરતા આ અન્ય વ્યક્તિઓ પુરવઠા ના કેટલાક અઘીકારીઓનો લાડકા અને માંગ પુરી કરનારા વ્યક્તિ છે તેવી પણ ભારે ચર્ચા છે ત્યારે આ લોકો ગામના કેટલાક આગેવાનો ને ગેરમાર્ગે દોરી આ દુકાન પર ખાશ કોઈ પગલાં ના લેવાય તે માટે એક ઉચ્ચ અધિકારી સાથે પણ સેટિંગ કરાય રહ્યું છે .ત્યારે શુ આ કેશ માં નિયમ મુજબ યોગ્ય પગલાં લેવાશે કે ભીનું સંકેલાશે તે તરફ સૌ ની નજર છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"