જમ્મુના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે અનુરાગ કશ્યપને આદેશ આપ્યો મનમર્ઝિયાંના વાંધાજનક સીન પહેલાં કટ કરો

0
16

મુંબઈ,તા.૨૦
પ્રથમ પંક્તિના ગણાતા ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપને જમ્મુના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે એવી તાકીદ કરી હતી કે જમ્મુમાં તમારી ફિલ્મ મનમર્ઝિયાંના વાંધાજનક સીન્સ પહેલાં કટ કરો.
જમ્મુના શીખ સમાજે જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ કુમારને લેખિત ફરિયાદ કરી હતી કે શીખો કદી ધૂમ્રપાન કરતા નથી. આ ફિલ્મમાં શીખ પાત્રને ધૂમ્રપાન કરતું દેખાડાયું છે એટલે અમારી ધાર્મિક લાગણી દૂભાય છે.
આ ફિલ્મના વાંધાજનક સીન્સ દૂર કરાવો. મનમર્ઝિયાંમાં બે વર્ષના ગાળા બાદ અભિષેક બચ્ચન હીરો તરીકે ચમકી રહ્યો છે. એણે આ ફિલ્મમાં શીખ યુવાનનો રોલ કર્યો છે. એની સાથે તાપસી પન્ન્š હીરોઇન તરીકે ચમકી રહી છે. વીકી કૌશલ પણ આ ફિલ્મમાં એક મહ¥વનું પાત્ર કરી રહ્યો છે.
ફિલ્મ આ માસની ૧૪મીએ રિલિઝ થઇ હતી. જમ્મુમાં પણ કેટલાંક થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થઇ હતી. એ સાથે શીખ સંસ્થાઓ નારાજ થઇ હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી હતી કે શીખને ધૂમ્રપાન કરતો દેખાડતા ચાર પાંચ સીન કટ કરાવો. નહીંતર અમારે થિયેટરો સામે દેખાવો કરવા પડશે.
જા કે આ સંદર્ભમાં મોડેથી મળેલી માહિતી મુજબ અનુરાગ કશ્યપે શીખ સમાજની માફી પણ માગી લીધી હતી. તેણે કેન્દ્રીય સેન્સર બોર્ડને વિનંતી કરીને વાંધાજનક સીન્સ કાપી નાખ્યા બાદ નવું સર્ટિફિકેટ મેળવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY