લગભગ શ્રાવણ મહિનાથી જ સિઝનલ શ્રદ્ધાની મોસમ પૂરબહારમાં ખીલતી હોય છે. ભક્તિભાવનો આ માહોલ આમ તો છેક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી રહેશે. આ મોસમ ઘોંઘાટિયું વાતાવરણ લઈને પણ આવે છે. આપણા કેટલાક તહેવારોમાં તહેવાર કરતા ઘોંઘાટનું મહ¥વ વિશેષ રૂપે જાવા-સાંભળવા મળે છે. આપણે ભાવભક્તિમાં એટલાં બધા અંધ થઈ જઈએ છીએ કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બહેરા કાને અથડાય છે. ઘોંઘાટ વિના પણ ભગવાનની ભક્તિ શક્્ય છે એવું માનનારાઓની સંખ્યા હવે ઘટતી જાય છે. અવાજ પ્રદૂષણ ફેલાવનારાઓ ખુદને પણ ઘોંઘાટ સભળાતો નથી, પરંતુ કેટલાક મુઠીભર લોકોને આ ઘોંઘાટિયું વાતાવરણ ચેનથી જીવવા દેતું નથી. તેઓ શ્રદ્ધાળુઓની વિરુદ્ધ બિલકુલ નથી, તેમને વાંધો છે એમના ભક્તિના ઓઠા હેઠળ- બેફિકરાઈથી નિયમોને ચાતરી જઈને ફેલાવાતા આ ઘોંઘાટ સામે.
ગણેશોત્સવ દરમિયાન આ વખતે ડીજેને પરવાનગી અપાઈ ન હોવા છતાં પણ પાંચમાં દિવસના ગણેશ વિર્સજન વખતે ભયંકર ઘોંઘાટિયું વાતાવરણ હતું. શહેર અને સબર્બના લગભગ દરેક ચોક, ગલી-કૂંચી અને ઘરોમાં ગણપતિ બાપ્પા પધારે છે. આમાં ઘરોમાં લવાતા ગણપતિના વિસર્જન વખતે કદાચ ઘોંઘાટ ઓછો થતો હશે, પરંતુ સાર્વજનિક ગણપતિના આગમન તથા ખાસ કરીને વિસર્જન વખતે કલાકો સુધી આખે રસ્તે ઘોંઘાટ પથરાતો રહે છે. મોટા ભાગના રહેવાસીઓને અવાજ પ્રદૂષણ સામે વાંધો છે, પરંતુ એમનો અવાજ કોઈ નહીં સાંભળે એ વાતે તેઓ ચૂપચાપ સહન કરી લેતા હોય છે એ એક વાસ્તવિકતા છે અને એને સ્વીકારવી જાઈએ. પાંચમા દિવસના ગણપતિ વિસર્જનમાં શહેરભરમાં ૭૯,૪૪૭ મૂર્તિઓનું ‘ધામધૂમ’થી વિસર્જન થયું અને ખાસ કરીને રાતના આઠથી મધરાત સુધી ઘોંઘાટે શહેરને ધમરોળી નાખ્યું હતું. વરવી વાસ્તવિકતા તો એ છે કે ગયા વર્ષની સરખામણીએ ઘોંઘાટનું પ્રદૂષણ વધુ હતું. લાઉડસ્પીકરો પર ઢોલ, ત્રાંસા, બેન્જા અને ડ્રમ જેવા વાજિંત્રોએ કાન ફાડી નાખે એવો ઘોંઘાટ સર્જ્યો હતો. લાઉડસ્પીકર વિના વાગતા દેશી વાજિંત્રોનો પણ ઘોંઘાટનું પ્રદૂષણ ફેલાવવામાં ઓછું પ્રદાન ન હતું. શહેરના સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા સ્થળોની યાદીથી સત્તાવાળાઓ વાકેફ હોવા છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા એ કંઇક જુદી જ વાત સૂચવે છે. વિસર્જન વખતે તો ખાસ ‘સાઈલન્સ ઝોન’ની સૂચનાઓની ‘ઐસી કી તૈસી’ કરવી એ સામાન્ય બાબત બની જાય છે. વિસર્જન દરમિયાન ઠેર ઠેર ફટકાડા ફોડીને અવાજ પ્રદૂષણ ફેલાવવાનું પણ સામાન્ય થઈ ગયું છે. પાંચ-દસ હજાર ફટાકડાની લૂમ ફોડવાથી કે મોટા સૂતળી બામ્બ ફોડવાથી અસ્થમાના દરદીઓની યાતના વધે છે કે નાના બાળકોની ઊંઘ ઉડી જાય છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે છે એ વાત કેમ સમજાતી નહીં હોય! સોસાયટીઓમાં પણ ગણેશત્વના દસ દિવસ દરમિયાન રોજ સવાર-સાંજ આરતી પણ લાઉડસ્પીકર પર ઢોલ-નગારા-ત્રાંસા વગાડીને બેસૂરા અવાજે ગાવામાં આવે છે. ભક્તિભાવનો આ કયો પ્રકાર છે? કઈ રીત છે? ભક્તિ-ભજન કીર્તન-આરતી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે, સાવ સાદગીથી પણ થઈ શકે છે. ઘોંઘાટ ભગવાનને પસંદ પડે છે એવું ભક્તો કેમ માને છે! લાઉડસ્પીકરોના ઉપયોગ વિના આરતી થઈ શકે, વિસર્જન પણ કરી શકાય. ૮૦ ડેસિબલ્સથી વધુ અવાજ કાનને નુકસાન કરી શકે છે એવું ડાક્ટરો પણ કહે છે. એનાથી થોડો વખત માટે કે લાંબા સમય માટે કોઈ વ્યક્તિ શ્રવણશક્તિ ગુમાવી બેસે છે. હાઈપર ટેન્શન, હાઈ બ્લડપ્રેશર જેવી વ્યાધિઓ વધી જાય છે. કેટલાક કિસ્સામાં સગર્ભાને પ્રિમેચ્યાર ડિલિવરી પણ થઈ શકે છે. આપણા ભારતીયોમાં ભક્તિભાવનો મહિમા છે. ભક્તિ આપણી સંસ્કૃતિ અને પ્રણાલિ છે, પરંતુ સંસ્કારીતા સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે તો એનો આનંદ અને મહિમા ઓર વધશે. દસમા દિવસના મહા ગણપતિ વિસર્જનને આડે બે દિવસ છે. હજી ઘોંઘાટ પ્રદૂષણ નહીં ફેલાવીને વિસર્જન કરવાની ગણપતિ બાપ્પા ના નહીં પડે. કદાચ તેઓ પણ શાંતિપ્રિય હશે, ઘોંઘાટ પસંદ નહીં હોય પરંતુ એ ફરિયાદ કોને કરે! કદાચ એ પામર મનુષ્યો-ભક્તોના મનમાં ધીમેધીમે આ વાત ઉતારી દે અને ભક્તજનો ધ્વનિ પ્રદૂષણ નહીં ફેલાવવાનું પ્રણ લે તો એ પણ એક ભક્તિનો પ્રકાર ગણાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



