જામનગરના સાસદ પૂનમ માડની પુત્રી શિવાની માડમનું નિધન

0
23

જામનગર,તા.૯
જામનગરનાં સાંસદ પૂનમ માડમની પુત્રી શિવાની માડમનું નિધન થયું છે. નોંધનીય છે કે શિવાની દિવાળીમાં એક અકસ્માતમાં તે દાઝી ગઇ હતી. તેને સિંગાપોરથી તેમના ઘરે લાવવામાં આવશે. પૂનમ માડમને સંતાનમાં એક પુત્રી જ હતી. આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
શિવાનીના પાર્થિવ દેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર નોઇડા ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યુ છે.
શિવાની ગત દિવાળીમાં એક અકસ્માતમાં ૪૦થી ૪૫ ટકા બળી ગઇ હતી. તેની સારવાર પહેલા મુંબઇમાં ચાલતી હતી તે પછી તેમને સિંગાપોરમાં લઇ જવામાં આવી હતી. નોંધનીય છે કે સિંગાપોરમાં તેની સારવાર ૨૫ દિવસથી ચાલતી હતી. તેની હાલત ગંભીર હતી.
મહત્વનું છે કે તેમણે આ આખી ઘટના અંગત રાખી હતી. આ ઘટનાની જાણ તેમના પરિવાર અને નજીકનાં માણસો સિવાય કોઇને ન હતી. તેમને ડર હતો કે જા આ વાત બહાર આવશે તો લોકો તેમને હેરાન કરશે અને સારવારમાં ખલેલ પહોંચાડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY