અતુલ હાઇવે ઉપર બે ટ્રક અને કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત, બે લોકોનાં મોત

0
6

વલસાડ,તા.૯
વલસાડના અતુલ હાઇવે ઉપર આજે રવિવારે સવારે બે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. કારમાં સવાર અન્ય એક ગંભીર રીતે ઘાયલ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા.
મળતી માહિતી પ્રમાણે વલસાડ નજીક અતુલ હાઇવે ઉપર આજે રવિવારે સવારે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રીપલ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના ભૂક્કા બોલાઇ ગયા હતા. અને કારના કાટમાળમાં એક વ્યકિત ફસાઇ ગઇ હતી.
સ્થાનિક લોકોએ લોખંડના સળિયા વડે અને અન્ય ઓરાજાની મદદથી ફસાયેલા મૃતદેહને બહાર કઢાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY