ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ૭૫.૭૦ લાખનો મુદ્દામાલ કબજે

0
9

સુરેન્દ્રનગર,તા.૨૯
૩૧ ડિસેમ્બર નજીક છે ત્યારે દારૂની મહેફિલ માણતા લોકો પર પોલીસ બાજનજર રાખી રહી છે. આ દરમિયાન સક્રિય થયેલી પોલીસ બહારથી આવતા વિવિધ ટ્રક અને બસ અને લક્ઝરી પર પણ ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે ૩૧ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં વિવિધ સ્થળે પહોંચાડવાનો વિેદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક પોલીસે ઝડપી પાડ્યો છે.
રાજકોટ આર.આર.સેલની ટીમ દ્વારા આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા ૫૫.૫૭ લાખનો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૭૫.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પોલીસ પણ વધાર સક્રિય બનીને કેફી દ્રવ્યોની હેરફેર કરતા લોકો પર બાજનજર રાખી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY