વડોદરા,તા.૧૧
કોર્પોરેશનના અધિકારીઓએ આજવા નિમેટાની મુલાકાત લીધી. વડોદરા શુક્રવાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી પીળા રંગનું મળતું હોવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દુર્ગંધ મારતા આ પાણીમાં અળસિયા પણ જોવા મળે છે.
સયાજીપુરા આજવા રોડ ગાજરાવાડી કપુરાઈ અને નાલંદા ટાંકી હેઠળના વિસ્તારમાં આવું પીળા રંગનું પાણી મળતું હોવાની ફરિયાદ છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓએ ગઈકાલે આજવા સરોવર અને પાણી જ્યાં થાય છે. તેની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું જાકે કોર્પોરેશનના પાણી પુરવઠા ખાતાના અધિકારીઓનું કહેવું છે કે આજવા નિમેટાથી આવતા પાણી માં દેખાઇ રહી છે.
આમ છતાં પાણી ચોખ્ખું કરવા ફટકડીનું પ્રમાણ વધાર્યું છે જાકે આ પાણીનો લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે અને પાણી પીવાલયક હોવાનો રિપોર્ટ મળ્યો છે. આજવા સરોવરથી મળતા પીળા રંગના પાણીની સમસ્યા અંગે પાણી ચોખ્ખું કેવી રીતે કરી શકાય તે માટે ૨ ખાનગી એજન્સીની મદદ લેવા વિચારણા છે. કોર્પોરેશને આ એજન્સીનો સંપર્ક કર્યો છે.
જેણે પાણી ચોખ્ખું કરવા માટે ટ્રાયલ પણ કરી હતી. આ એજન્સી પાણી કેમિકલ નાખીને ચોખ્ખું કરી આપે છે. હવે પછી આ એજન્સીનો ડેમો જાઈને તેમનો કોન્ટેક કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




